Monday, May 8, 2023

સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા પોલીસ કર્મીની કારને અક્સ્માત નડ્યો; જોરદાર ટક્કરના કારણે રસ્તાનો માઈલ સ્ટોન ઉખડી ગયો | Accidentally overturned the policeman's car after losing control over the steering wheel; Due to the heavy collision, the mile stone of the road was uprooted | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • Accidentally Overturned The Policeman’s Car After Losing Control Over The Steering Wheel; Due To The Heavy Collision, The Mile Stone Of The Road Was Uprooted

ડાંગ (આહવા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

ડાંગ જિલ્લાના આહવા નજીક સોનગીર ફાટક નજીક પોલીસ કર્મીએ પોતાના હવલાની સ્વિફ્ટ કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. પોલીસ કર્મી સુનિલભાઈ ગોંડને 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા.

આહવાથી સાપુતારા માર્ગ પર આહવાથી લગભગ 7 કિમી જેટલા અંતરે આવેલા સોનગીર ફાટક નજીક સાપુતારા તરફથી પૂરપાટ ઝડપે આવતી સ્વિફ્ટ કાર વળાંક નજીક કારના ચાલક સુનીલ ગોંડે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તાની બાજુમાં આવેલા માઈલ સ્ટોન સાથે ભટકાઈ હતી. ફંગોળાઈને ઝાડની ડાળી સાથે અથડાતા રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં પલટી ખાઈ ઊંધી થઈ ગઈ હતી. જ્યાં કારની ટક્કર એટલી જોરદાર હતી કે રસ્તાનો માઈલ સ્ટોન ઉખડી ગયો હતો. સત્વરે 108ને જાણ કરાતા કાર ચાલકને સિવિલ હોસ્પિટલ આહવા ખાતે ખસેડાયા હતા.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.