વડાપ્રધાનના નવ વર્ષના સુશાસનના કાર્યોને જનજન સુધી પહોંચાડાશે; દિલ્હીમાં હિન્દુ દીકરીની હત્યાના મામલે ગુનેગારોને ફાંસીની સજા આપવા માગ | The achievements of Prime Minister's nine years of good governance will be conveyed to the public; In the case of the murder of a Hindu daughter in Delhi, the culprits are wanted to be sentenced to death | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • The Achievements Of Prime Minister’s Nine Years Of Good Governance Will Be Conveyed To The Public; In The Case Of The Murder Of A Hindu Daughter In Delhi, The Culprits Are Wanted To Be Sentenced To Death

સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

યોગ દિનની ઉજવણી પૂર્વે હિંમતનગરમાં જાહેર સભા યોજાશે…
વડાપ્રધાનના નવ વર્ષના સુશાસન કાર્યોને જનજન સુધી પહોંચાડવા માટે તા. 30 મેથી 30 જૂન સુધી સાબરકાંઠામાં આવેલ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને વાકેફ કરવાના આશયથી જનસંપર્કના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં સાંસદો, ધારાસભ્યો, સંગઠનના પદાધિકારીઓ સહિત બુથ લેવલના કાર્યકરોને જનસંપર્ક માટેની જવાબદારી સોંપી દેવામાં આવી છે.

આ અંગે બુધવારે હિંમતનગરના નવા સર્કિટ હાઉસમાં યોજાયેલ પ્રેસવાર્તામાં સાંસદ દિપસિંહ રાઠોડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા પ્રજાલક્ષી કાર્યો અને નિર્ણયો અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાસનની ધુરા સંભાળ્યા બાદ વર્ષોથી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાનું કામ શરૂ કરાવીને તેનો લાભ ગુજરાતના ખૂણેખૂણે રહેતા લોકોને મળે તે માટે અથાગ પ્રયાસ કરી આપેલુ વચન પૂર્ણ કર્યું છે. તે જ પ્રમાણે આવાસ યોજના, ઈન્દીરા આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ જરૂરીયાતમંદોને અપાવી ઘરનું ઘરના સ્વપ્નને સાકાર કરવામાં આધારસ્તંભ બન્યા છે.

સાસંદ દિપસિંહ રાઠોડે વધુમાં જણાવ્યું હતુ કે, આગામી દિવસોમાં અન્ય રાજ્યોને જોડતી વધુ સાત ટ્રેનો શરૂ કરવા માટે વડાપ્રધાનના પ્રયાસોથી રેલ્વે મંત્રાલય ધ્વારા આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તેમણે વંદે ભારત ટ્રેનનો લાભ દેશવાસીઓને મળે તે માટે વિશેષ આયોજન કરીને કેટલાક રાજ્યોમાં આ ટ્રેનો શરૂ કરાવી દીધી છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી પટેલે જણાવ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણમાં ગુજરાતના વિકાસ માટે આપેલા યોગદાનને લીધે આજે ગુજરાત ખૂબજ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ખેતીવાડી, વિજળી અને આરોગ્યક્ષેત્ર સહિત અન્ય ક્ષેત્રોમાં થયેલા વિકાસની ગાથા સાબરકાંઠામાં ઘર ઘર સુધી પહોચાડવા માટે એક મહિના સુધી જનસંપર્ક સંદર્ભે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

તા. 21 જૂને વિશ્વ યોગ દિનની ઉજવણી થનાર છે ત્યારે તે પૂર્વે હિમતનગરના મોદી ગ્રાઉન્ડમાં જાહેર સભા થતાં અન્ય કાર્યક્રમોના આયોજનની પૂર્વ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. વધુમાં તેમના જણાવાયા મુજબ વિશ્વમાં ભારતને નવી ઓળખ અપાવીને ભારતને વિશ્વગુરૂ બનાવવાની દિશામાં અનેક દેશોનો પ્રવાસ કરી ભારતનું નામ રોશન કર્યું છે. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યાક્ષ કું. કૌશલ્યા કુંવરબા પરમાર, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડા, અરવલ્લી સંગઠનના પ્રભારી રાજુભાઈ પટેલ, સાબરકાંઠા સંગઠનના પ્રભારી ગજેન્દ્રસિંહ સકસેના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડયા, મહેન્દ્રસિંહ રહેવર, સહિત અન્ય પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર…
દિલ્હીમાં ગત તા.28 મેના રોજ એક સગીર હિન્દુ દીકરીને વિર્ધમી યુવાન દ્વારા જાહેરમાં 21 કરતા પણ વધુ છરીના ઘા મારી કરપીણ હત્યા કરવાના મામલે સમગ્ર હિન્દુ સમાજમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે દિલ્હીમાં હિન્દુ દીકરીના હત્યાના મામલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગુનેગારોને ત્વરીત જાહેરમાં ફાંસી આપવાની માગ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ગત તા.28 મે 2023ના રોજ દિલ્હીમાં સાક્ષી નામની સગીર હિન્દુ દીકરીને મુસ્લિમ લવ જેહાદી દ્વારા જાહેરમાં 21 કરતા પણ વધુ છરીના ઘા મારી તેમજ 15 કિલો વજનનો પથ્થર અનેક વખતે માથા ઉપર મારીને દીકરીની જાહેરમાં કરપીણ હત્યા કરી હતી. આ હત્યાકાંડથી સમસ્ત હિન્દુ સમાજમાં દુઃખદ અને અસહ્ય રોષની લાગણી વ્યાપી છે. ભારતમાં હિન્દુ દીકરીઓ સુરક્ષિત નથી અને હિન્દુ સમાજની દીકરીઓની હત્યા, બળાત્કાર, અપહરણ જેવા ગુનાઓ દેશભરમાં જોવા મળી રહ્યા છે. જેના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રિય બજરંગદળ દ્વારા ભારતના વડાપ્રધાન અને ગૃહમંત્રીને માંગણી કરીને જણાવ્યુ છે કે, હિન્દુ દીકરીઓની રક્ષા માટે એન્ટી લવ જેહાદનો સખત કાયદો બનાવવામાં આવે અને આવા ગુનેગારોને ત્વરિત જાહેરમાં ફાંસીની સજા આપને દેશભરમાં એક ઉદાહરણ પુરૂ પાડવામાં આવે. જિલ્લા કલેક્ટર નૈમેષ દવેને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Previous Post Next Post