30 મિનિટ પહેલા
- કૉપી લિંક
ફાઈલ તસવીર.
અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશને આજે એક ઠરાવ પસાર કર્યો છે. જે અનુસાર ગુજરાત હાઇકોર્ટ અને સિટી સિવિલ કોર્ટમાં ઉનાળું વેકેશન આપવામાં આવે છે. જ્યારે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં અગાઉ ઉનાળું વેકેશન આપવામાં આવતું હતું. જે આ ઉનાળા દરમિયાન રદ કરેલ છે. ત્યારે ગરમીને જોતા વકીલોની ઉપસ્થિતને લઈને કોર્ટ ઉદાર વલણ દાખવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
10થી 15 હજાર પક્ષકારો મેટ્રો પોલિટન કોર્ટમાં દરરોજ હાજર થાય છે
ઠરાવમાં જણાવાયું છે કે, અમદાવાદ શહેરને દેશના ગરમ શહેર તરીકે જાહેર કરેલ છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં 6 હજાર જેટલા વકીલો વ્યવસાય કરે છે. જ્યારે 10થી 15 હજાર પક્ષકારો મેટ્રો પોલિટન કોર્ટમાં દરરોજ હાજર થાય છે. આ પ્રકારની ગરમીમાં કોર્ટમાં હાજર થવું વકીલો અને પક્ષકારો માટે મુશ્કેલ છે. અગાઉ પણ કાળઝાળ ગરમીમાં વકીલો, પક્ષકારો, સિનિયર સિટીઝનના બ્લડ પ્રેસર વધવાના અને લૂ લાગવાના ચાલુ કોર્ટે બનાવ બન્યા છે. ચાલુ વર્ષે 5 મેથી 5 જૂન સુધી વધુ ગરમી પડવાની શક્યતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગરમીને લઈને આગામી દિવસો માટે રેડ એલર્ટ આપ્યું છે. આથી જો વકીલની સંમતિ હોય તો જ કેસ ચલાવવામાં આવે.
હાઇકોર્ટમાં 6 મેથી લઈને 5 જૂન સુધી ઉનાળુ વેકેશન
આવા સમયમાં વકીલોની ગેરહાજરીને નજર અંદાજ કરીને પક્ષકારો વિરુદ્ધ વોરંટ ઇસ્યુ ન કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટમાં 6 મેથી લઈને 5 જૂન સુધી ઉનાળુ વેકેશન છે.