છોટા ઉદેપુરએક કલાક પહેલા
- કૉપી લિંક
છોટા ઉદેપુર સેવા સદન ખાતે આજરોજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન યોજના હેઠળ પ્રિમોન્સુન કામગીરી માટે જિલ્લા કક્ષાની બેઠક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
ગત વર્ષે ચોમાસામાં જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલાં પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ચાલુ વર્ષે આગમચેતી આયોજનના ભાગરૂપે કલેક્ટરે તમામ અધિકારીઓને સાવચેત રહેવા અને જ્યાં ગત વર્ષે પાણી ભરાયા હતા અને જ્યાં બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી હતી. તેને નિવારવા માટે તેવા સ્થળની યાદી બનાવીને તે જગ્યાએ અગાઉથી જ વૈકલ્પિક તૈયારી રાખવાની સૂચના કલેક્ટરે આપી હતી.
મહત્ત્વની વાત એ છે કે, ગત વર્ષે 10 જુલાઈના રોજ બોડેલી ખાતે વરસાદે તાંડવ મચાવીને બોડેલીને તહેસ નહેસ કરી નાખ્યું હતું અને કુદરતના પ્રકોપ સામે જિલ્લા તંત્ર પાંગળું પુરવાર થયું હતું. જેને લઇને ચાલુ વર્ષે ભારે વરસાદમાં પણ ઓછામાં ઓછું નુકસાન થાય તે હેતુથી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનની મિટિંગ કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.