Tuesday, May 30, 2023

લીંબડી હાઇવે પર ઓવરટેક બાબતે બોલાચાલી થતાં બે શખ્સો લાકડીઓ લઇ બે યુવાનો પર તૂટી પડ્યા | After an argument over overtaking on Limbadi highway, two men attacked two youths with sticks | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર4 કલાક પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે પર મારામારીના લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં લીંબડી હાઇવે પર ઓવરટેક બાબતે બોલાચાલી થતાં બે શખ્સો લાકડી વડે બે યુવાનો પર તૂટી પડ્યા હતા. જેનો વિડીયો વાયરલ થયા બાદ બે યુવાનોને ફટકારી આઇશરમાં આવેલા બે શખ્સો ફરાર થઇ જતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

હાઇવે પર વાહનચાલકો વચ્ચે નાની નાની બાબતે ઝઘડા થવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. આજે મોડી સાંજે લીંબડી હાઇવે પર ભરચક ટ્રાફિક વિસ્તારમાં બે શખ્સો લાકડી વડે બે યુવાનોને ફટકારતા હોય એવો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. આ ઝઘડામાં એક વ્યક્તિને ઇજાઓ પહોંચતા તાકીદે સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જેમાં લીંબડી હાઇવે પર ઓવરટેક બાબતે બોલાચાલી થતાં બે શખ્સો લાકડી વડે બે યુવાનો પર તૂટી પડ્યા હતા. જે અંગેની બાતમી મળતા લીંબડી ડીવાયએસપી સી.પી.મુંધવાની સૂચનાથી પી.આઇ. અને પીએસઆઇ ડી.બી.ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને એક આરોપીને ઝડપી લઇ અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.