- Gujarati News
- Local
- Gujarat
- Surat
- After Breaking Into The Office Of The Superintendent, The Young Man Of The Security Guard Took The Video And Pushed Him By The Collar, Found A Paddle In The Bag.
સુરત2 કલાક પહેલા
- કૉપી લિંક
સુરત સિવિલ હોસ્પિટલની ફાઈલ તસવીર.
સુરત સિવિલ હોસ્પિટલમાં એક હાઈવોલ્ટેજ ડ્રામા ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો છે. આજે સુપ્રિટેન્ડન્ટની ઓફિસમાં ઘૂસી એક યુવકે વીડિયો ઉતારી સિક્યોરિટી ગાર્ડનો કોલર પકડી ધક્કામુકી કરી હતી. ત્યારબાદ ભાગી ગયો હતો. ત્યારબાદ જે બેગ મૂકીને ગયો હતો તેની તપાસ કરતા એક ચપ્પુ પણ મળી આવ્યું હતું. જેથી સુપ્રિટેન્ડન્ટે ખટોદરા પોલીસમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સિક્યોરિટી ગાર્ડનો કોલર પકડી ધક્કામુકી કરી
સુરત સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડન્ટ ગણેશ ગોવેકરે ફરિયાદમાં જણાવ્યું છે કે, આરટીઆઈ એપીલના કામે એક અરજદાર જયેશ ગુર્જર અને અન્ય ત્રણ ઈસમો સુપ્રિટેન્ડન્ટની ઓફિસ ધસી આવ્યા હતા. વીડિયો ઉતારી ઓફિસમાં ઘૂસવાનો પ્રયાસ કરતા હતા. જોકે, તેને વીડિયો રેકોર્ડિંગ કરવાની મનાઈ કરતા ઉશ્કેરાઈ ગયો હતો અને સિક્યોરિટી ગાર્ડનો કોલર પકડી ધક્કામુકી કરી હતી.
ગાર્ડને ધક્કો મારી સુપ્રિટેન્ડન્ટની ઓફિસમાં ઘૂસી ગયા
સિક્યોરિટી ગાર્ડને ધક્કો મારી જયેશ સુપ્રિટેન્ડન્ટની ઓફિસમાં ઘૂસી ગયો હતો અને ઉગ્રતાથી કહ્યું હતું કે, કેમ મોબાઈલ ઓફિસની બહાર મૂકાવો છો અને કેમ મારી સાથે આવેલાને અંદર આવવા દેતા નથી. જેથી સુપ્રિટેન્ડન્ટે જણાવ્યું હતું કે, આરટીઆઈના અરજદાર તમે છો જેથી તમને એકને જ પ્રવેશ મળે.
સુપ્રિટેન્ડન્ટ સિવિલની વિઝિટમાં જતાં પીછો કર્યો
સુપ્રિટેન્ડન્ટની વાત સાંભળી જયેશ વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને ટેબલ પર જોરથી હાથ અથડાવ્યો હતો. ત્યારબાદ તેની અપીલની બીજી તારીખ આપવાનું કહ્યું હતું. જેથી ઝઘડો કરવા લાગ્યો હતો. ત્યારબાદ સુપ્રિટેન્ડન્ટ સિવિલની વિઝિટમાં જતાં તેનો પીછો કરી વીડિયો રેકોર્ડિંગ ચાલું કરી દીધું હતું. જેથી ફરજમાં અડચણ ઉભી કરી હતી.
જાનથી મારી નાખવાની ધમકી આપી
સુપ્રિટેન્ડન્ટને અપશબ્દો કહીને ધમકી આપી હતી કે તમે મારું કામ સરખી રીતે નહીં કરો તો તમને જીવવા નહીં દઉ તેમ કહીં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ જયેશ ફરી સુપ્રિટેન્ડન્ટની ગેરહાજરીમાં ઓફિસ સુધી પહોંચી બિનજરૂરી વીડિયો રેકોર્ડિંગ કરી જતો રહ્યો હતો. દરમિયાન જયેશ તેની મૂકીને ગયેલી બેગ મળી હતી. જેમાં તપાસ કરતા એક ચપ્પુ મળી આવ્યું હતું.