વડોદરા32 મિનિટ પહેલા
- કૉપી લિંક
વડોદરામાં આજે દિવસભરના ઉકળાટ બાદ મોડી સાંજે ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થયો હતો. જેને પગલે નોકરી ધંધા પરથી ઘરે જઈ રહેલા લોકો અટવાઈ ગયા હતા અને બિનમોસમી વરસાદ પડતા ધરતીપુત્ર પણ ચિંતાતુર બની ગયા છે.
શહેરમાં અષાઢી માહોલ
શહેરમાં મોડી રાત્રે વરસેલા વરસાદને પગલે શહેરમાં ફરવા નીકળેલા તેમજ નોકરી ધંધાએ નીકળેલા લોકો અટવાઇ પડ્યા હતા. શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટા સાથે વરસાદ પડ્યો હતો. તો કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ રહ્યો હતો. ગાજવીજ સાથે પડેલા વરસાદને પગલે વડોદરા શહેરનો માહોલ અષાઢ જેવો બની ગયો હતો.
ધરતીપુત્રો ચિંતાતૂર બન્યા
કમોસમી વરસેલા વરસાદને પગલે ખેડૂતો ચિંતાતુર બની ગયા હતા. વડોદરા શહેરની સાથે વડોદરા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળ્યા હતા. કમોસમી વરસેલા વરસાદને પગલે ખેડૂતો ચિંતાતુર બની ગયા હતા.
ફૂટપાથવાસીઓ દયનીય હાલતમાં
હાલમાં ચાલી રહેલા શરદી, ખાંસી, તાવની બીમારી વચ્ચે વરસેલા વરસાદથી લોકોમાં ગભરાટ ફેલાવી દીધો હતો અને ફૂટપાથવાસીઓ દયનીય સ્થિતીમાં મુકાઇ ગયા હતા.