- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- After The On site Inspection Of The Committee Constituted By The Rajkot Collector, The Provincial Official Urged Both The Groups To Submit A Reply
રાજકોટ17 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજકોટનાં બાલાજી મંદિર ટ્રસ્ટના બાંધકામ મુદ્દે કલેકટર પ્રભવ જોશી દ્વારા પ્રાંત અધિકારી ચૌધરીની અધ્યક્ષતા હેઠળ રચાયેલી તપાસ કમીટી દ્વારા સ્થળ તપાસની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. બાલાજી મંદિર ટ્રસ્ટના બાંધકામના મુદ્દે પ્રાંત અધિકારી ચૌધરી દ્વારા બન્ને જુથના પક્ષકારોને જવાબ રજુ કરવા માટે તાકીદ કરાયા બાદ એક જુથ દ્વારા આ મામલે પ્રાંત અધિકારી સમક્ષ જવાબ રજુ કરાયો છે. જયારે મંદિર ટ્રસ્ટના પક્ષકારો દ્વારા એક બે દિવસમાં આ અંગે તેમનો જવાબ અપાશે. બંને પક્ષનાં જવાબો મળ્યા બાદ કલેક્ટરને આ તપાસનો અહેવાલ રજૂ કરવામાં આવશે.
બાલાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરણસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં અનઅધિકૃત રીતે બાંધકામ ખડકાતા વિવાદ સર્જાયો છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટના ડાયરેકશન મુજબ કલેકટરને તપાસ સોંપવામાં આવતા કલેકટર પ્રભવ જોશી દ્વારા તપાસનો દોર હાથમાં લેવામાં આવ્યો હતો. અને ચાર સપ્તાહમાં આ તપાસની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવનાર છે. જે અંતર્ગત કલેકટર પ્રભવ જોશી દ્વારા 5 સભ્યોની કમીટી પ્રાંત અધિકારી ચૌધરીના વડપણ હેઠળ રચવામાં આવી હતી. કમિટીમાં જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઈ કૈલા, સીટી સર્વે અધિકારી, ઉપરાંત બે નાયબ મામલતદારોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, આ ગેરકાયદેસર બાંધકામ-તોડફોડ અંગે સીટી પ્રાંત-૧ ચૌધરીએ રીટ કરનાર બૂધવાણીને જવાબ દેવા માટે બોલાવતા તેમણે પોતાની વિગતો અને ડોકયુમેન્ટ આપ્યા છે, સામે વડતાલ ટ્રસ્ટના સ્વામીઓને પણ જવાબ દેવા માટે બોલાવ્યા છે, વડતાલ ટ્રસ્ટના જવાબદારો બે દિવસ પહેલા પ્રાંત અધિકારી ચૌધરીની સમક્ષ આવ્યા હતા. પરંતુ ચૌધરીએ તેમને લેખીતમાં વિગતો આપવા સુચના આપી હતી. તો સાથે જ પોતાના સર્કલ ઓફીસર અને અન્ય એકને સ્થળ તપાસ માટે મોકલ્યા હતા. આ સર્કલ ઓફીસર યોગીરાજસિંહ ગોહીલ પણ પોતાના અધિકારીઓને હવે રીપોર્ટ આપશે. આ પ્રકરણમાં કમીટીની સ્થળ તપાસ બાદ હવે સર્કલ ઓફીસર દ્વારા રિપોર્ટ પ્રાંત અધિકારીને સોપાયા બાદ અહેવાલ જિલ્લા કલેકટરને સોંપવામાં આવશે.