અગ્રવાલ સમાજ દ્વારા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો | Agarwal Samaj organized a guidance seminar for students | Times Of Ahmedabad

વડોદરા7 કલાક પહેલા

  • કૉપી લિંક
અગ્રવાલ સમાજ દ્વારા વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે સેમિનાર યોજાયો - Divya Bhaskar

અગ્રવાલ સમાજ દ્વારા વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે સેમિનાર યોજાયો

અગ્રવાલ સેવા સમિતિ વડોદરા દ્વારા ધોરણ 9 થી 12 અને કોલેજના અગ્રવાલ સમાજના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીએ પણ સેમિનારમાં ભાગ લીધો. અગ્રવાલ સેવા સમિતિ, વડોદરા અગ્રવાલ સમાજ માટે વિવિધ સામાજિક કાર્યક્રમોનું આયોજન કરે છે, જેના ભાગરૂપે વાણિજય ભવનના ઓડિટોરિયમમાં અગ્રવાલ સમાજના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં 250થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો.

કારકિર્દી માર્ગદર્શન માટે સેમિનાર
સેમિનારમાં કારકિર્દી માર્ગદર્શનના નિષ્ણાંત પવન દ્વિવેદી, અંબે સ્કૂલના પ્રિન્સિપાલ પરેશ શાહ, ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન ડૉ. અજય રાંકા, યુવા ઉદ્યોગ સાહસિક પવન અગ્રવાલ, યુવા સ્ટાર્ટઅપ સાહસિક રૂજૂલ ગુપ્તાએ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને માર્ગદર્શન આપ્યું. જેમાં વિદ્યાર્થીએ કઈ ફિલ્ડમાં અભ્યાસ કરવો જોઈએ?, કઈ ફિલ્ડમાં નોકરીની તકો છે?, ધંધામાં કેવી રીતે સફળતા મળે છે? જીવનમાં સફળ વ્યક્તિ બનવા માટે યોગ્ય રસ્તો પસંદ કરવો ​​​​​​​આવી વિવિધ બાબતો પર નિષ્ણાતોએ ચર્ચા કરી હતી. સેમિનારમાં ભાગ લેવા આવેલા વિદ્યાર્થીઓને અગ્રવાલ સેવા સમિતિ દ્વારા કારકિર્દી માર્ગદર્શન માટેની પુસ્તક પણ આપવામાં આવી હતી.

સેમિનારમાં મેયર સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત
કારકિર્દી માર્ગદર્શન સેમીનારમાં મેયર નિલેશભાઈ રાઠોડ, સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરા પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો હિતેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અગ્રવાલ સેવા સમિતિના મનીષ અગ્રવાલ, અનિલ ગર્ગ, રવિ અગ્રવાલ, સંતોષ અગ્રવાલ, રાહુલ અગ્રવાલ, જીતુ અગ્રવાલ, પવન અગ્રવાલ, દેવેન્દ્ર મિત્તલ, સુનીલ બંસલ, નરેન્દ્ર અગ્રવાલ, વિક્કી શાહ, પુરષોત્તમ અગ્રવાલ, દીપ અગ્રવાલ સહિત 22 લોકોની ટીમે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કર્યું હતું.​​​​​​​

વડોદરામાં શ્વાનની આંખનું ઓપરેશન કરી નવી દ્રષ્ટિ આપી
​​​​​​​
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં રેલ્વે સ્ટેશન પાસે એક શ્વાનની આંખ પર મેલનોમાં (વાર્ટ) થયેલ હતા જેનાથી તેને જોઈ શકતું નહોતું.શ્વાનને આંખના ભાગે મેલનોમાં (વાર્ટ) હોઈ તકલીફમાં પીડાતા જોઈ કોઈ વ્યક્તિએ ૧૯૬૨ કરુણા એમ્બ્યુલન્સને કોલ કરી મદદ માગી હતી. જાણ થતાં જ કરુણા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

શ્વાનની આંખનું ઓપરેશન કરી નવી દ્રષ્ટી આપી

શ્વાનની આંખનું ઓપરેશન કરી નવી દ્રષ્ટી આપી

સર્જરી બાદ શ્વાનને નવી દ્રષ્ટી મળી
ડૉ. ચિરાગ પરમાર અને પાયલોટ રતનસિંહ સાથે પ્રોજેકટ મેનેજર ડૉ. રવિ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ડૉક્ટર દ્વારા તપાસ કરતા માલુમ પડ્યું કે, શ્વાનને આંખ ના ભાગમાં મેલનોમાં (વાર્ટ) થયેલ છે. આ પરિસ્થિતિમાં ડૉક્ટર દ્વારા તાત્કાલિક સારવાર આપી શ્વાનની આંખમાં સર્જરી કરી વાર્ટ દૂર કરી પીડામાંથી રાહત આપવામાં આવી હતી. સર્જરી કર્યા પહેલા શ્વાન ચક્ષુ હોવા છતાં અંધનું જીવન ગુજારતો હતો. સર્જરી કર્યા બાદ શ્વાનને એક નવી દ્રષ્ટિ પ્રદાન કરવામાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સફળ રહી હતી. પ્રોજેક્ટ કોર્ડીનેટર યોગેશ દોશીએ જણાવ્યું કે કરુણા એમ્બ્યુલન્સ દ્વારા 39,295 પશુ પક્ષીઓઓને સારવાર આપવામાં આવી છે.