અમદાવાદ20 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચે ત્રણ એવા ભેજાબજની ધરપકડ કરી છે જે મૂળ પશ્ચિમ બંગાળના છે અને તેઓ અમદાવાદના વેપારીને એક કરોડથી વધુ ની રકમ નો ચૂનો લગાવી ચૂક્યા છે જેઓ સીમ સ્વેપિંગ કરવાના બહાને ઓટીપી મેળવી લેતા હતા અને એક વખત જો કોઈ તેમાં ફસાય તો તેના બધા રૂપિયા આ ભેજા બાજ અને તેની ગેંગ મેળવી લેતા હતા.આ સમગ્ર રાજ્યવ્યાપી કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમને મહત્વની સફળતા મળી છે. આ રેકેટમાં વધુ વિગતો સામે આવે તેવી શકયતા છે.
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ પકડેલા માસ્ટર માઇન્ડ ના નામ છે. અતિકુર રહેમાન ખાન , પરવેઝ ખાન , મુખ્તાર અલી .આ ત્રણેય આરોપીઓ ની સાયબર ક્રાઇમ બ્રાંચ એ કલકત્તા થી ધરપકડ કરી છે .પકડાયેલ આરોપીઓ એ અમદાવાદ ના બેરિંગ ના વ્યવસાય સાથે સંકળાયેલા અમિત કુમાર જાની નામના વેપારી સાથે એક કરોડ 19 લાખ 37 હજાર રૂપિયા છેતરપિંડી આચરી હતી જેમાં આરોપીઓ એ વેપારી ના ઈમેલ આઇડી હેક કરી ને સીમ કાર્ડ બદલવા ની રીકવેસ્ટ મોકલી ને કંપની માંથી નવું સીમ લઈ તેમાં થી otp મેળવી આ રકમ ની ઓનલાઇન ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હતી વેપારી ને એકાઉન્ટનટ દ્વારા બેંક નું એકાઉન્ટ તપાસતા આ રકમ ટ્રાન્સફર થાય હોવા નું માલૂમ થયું હતું .માર્ચ 2023 ના વેપારી એ આ અંગે ફરિયાદ નોંધાવી હતી સાયબર ક્રાઇમ બ્રાંચ એ ટેકનિકલ એનાલીસિસ કરી ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપી ને કલકત્તા થી ઝડપી પાડયા છે
અમદાવાદ સાયબર ક્રાઇમ આરોપીઓ ને પકડી ને પ્રાથમિક તપાસ કરતા વેપારી સાથે એક કરોડ ની છેતરપિંડી માંથી 60 લાખ રૂપિયા ઝડપાયેલ આરોપીઓ બેંક એકાઉન્ટ માંથી રોકડા ઉપડ્યા હોવા નું તપાસ માં સામે આવ્યું છે પકડાયેલ આરોપીઓ માં અતીકુર ખાન બેંક માંથી હોમ લોન પર્સનલ લોન અને વીમા પોલિસી કાઢવા નું કામ કરતા હોવા નું સામે આવ્યું છે અને અન્ય આરોપી પરવેઝ અહેમદ બિલ્ડિંગ ના વ્યવસાય સાથે કામ કરે છે અને મુક્તાર અલી કાપડ નો વ્યવસાય કરે છે પકડાયેલ આરોપીઓ સાથે આ ગેંગ માં બેંક ના કર્મચારી સેક્યુલર 6કંપનીના કર્મચારી તેમ જ નઝીરિયન ગેંગ પણ સંડોવાયેલ નું સામે આવતા સાયબર ક્રાઇમ બ્રાંચ એ તે બાબતે તપાસ શરૂ કરી છે .
આ કેસ માં ઝડપાયેલ આરોપીઓ એ ગુજરાત ના વેપારી સહિત દેશ ભરના અન્ય રાજ્ય અને શહેર ના વેપારી સાથે આ રીતે સીમ સ્વેપ કરું કરોડો રૂપિયા પડાવ્યા નું પોલીસ માની રહી છે ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇબ્રાન્ચે આરોપીઓ ના 7 દિવસ ના રિમાન્ડ મેળવી ને વધુ ફરાર આરોપીઓ ની શોધખોળ હાથ ધરી છે.