Tuesday, May 16, 2023

પ્રેમ જાળમાં ફસાયેલી યુવતીને ધમકી આપતા કથિત પ્રેમીને કાયદાનું ભાન કરાવ્યું; લગ્ન થઈ ગયા બાદ પણ ઘરે આવી ભૂતકાળની વાતો યાદ અપાવતો | Alleged lover threatening young woman caught in love trap made law conscious; Even after getting married, he would come home and reminisce about the past | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • Alleged Lover Threatening Young Woman Caught In Love Trap Made Law Conscious; Even After Getting Married, He Would Come Home And Reminisce About The Past

ડાંગ (આહવા)8 કલાક પહેલા

  • કૉપી લિંક

આહવા તાલુકાના એક ગામની મહિલા એક વ્યક્તિ સાથે બે વર્ષથી પૂર્વ પ્રેમ સંબંધ હતો. ત્યારબાદ તેઓ છૂટા પડ્યા બાદ યુવતીના પ્રેમીના લગ્ન થઈ ગયા. યુવતીના પ્રેમીના લગ્ન થઈ ગયાને ત્રણ મહિના બાદ તેનો પ્રેમી ઘરે આવીને ભૂતકાળની વાતો યાદ અપાવતો તેમજ પોતે મરી જવાની ધમકી આપ્યા કરતો હતો. તેમજ દારૂનો નશો કરીને યુવતીના ઘરે મજનુંગીરી કરતો હતો. આવી હરકતોથી કંટાળેલી યુવતીએ પ્રેમીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે ન સમજતા યુવતીએ 181 મહિલા અભયમની પાસે મદદ માગી હતી.

181 મહિલા અભયમના નેહા મકવાણા તેમજ સંગીતા ગામીત ઘટનાસ્થળ પર પહોંચીને યુવતી સાથે વાતચિત અને પૂછપરછ કરતા મહિલાની સમસ્યા વિશે જાણકારી મેળવી મહિલાને સાંત્વના આપતા મહિલાના પ્રેમીને બોલાવીને સમજાવવાનો પ્રયત્ન કરતા તેને કાયદાનું ભાન કરાવ્યું હતું. બાદમાં મહિલાને ધમકી ન આપવા પણ જણાવ્યું હતું. આથી તેના પ્રેમીને તેની ભૂલ સમજતા હવે પછી આવી ભૂલ નહીં કરે તેવી બાહેંધરી આપી હતી.

Related Posts: