અમદાવાદ21 મિનિટ પહેલા
- કૉપી લિંક
ઊનાળાની અને વેકેશનની શરૂઆત થઈ જતા સ્વિમિંગ પૂલોમાં સંખ્યામાં વધારો થાય છે. લોકો સ્વિમિંગ શીખવા માટે વધુ જતા હોય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 14 જેટલા સ્વિમિંગ પુલમાં વધારાની બેચ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાંજે 7થી 8 સુધી એમ એક કલાકની નવી શિખાઉ બેચ શરૂ કરવામાં આવશે. જેથી નાગરિકો સ્વિમિંગનો વધુ લાભ લઈ શકે. જો કે, આ નવી બેચ શરૂ થવાથી કોચને AMC દ્વારા વધારાનું વળતર ચૂકવવું પડશે.
1લી મેથી સાંજની બેન્ચ શરુ
વેકેશનની શરૂઆત થઈ છે ત્યારે યુવા અને બાળકો તેમજ નોકરિયાત વર્ગ સ્વિમિંગ શિખી શકે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સ્નાનાગર વિભાગ દ્વારા ખાસ સાંજની બેચ શરૂ કરવામાં આવશે. આજે 1લી મેથી સાંજની બેન્ચ શરૂ કરવામાં આવી છે. સાંજની 2 -2 બેંચ શરૂ કરવામાં આવતા અનેક નાગરીકોને તેનો સીધો લાભ મળશે. એક મહિનાની ફી રૂ. 800 લેવામાં આવે છે. નવી બેચ શરૂ થવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં પણ સીધો વધારો થશે.
સ્પેશિયલ ટ્રેનોમાં બે-બે સ્લીપર કોચ ટેમ્પરરી ધોરણે જોડવાનો નિર્ણય
યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-આગ્રા કેન્ટ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનોમાં બે-બે સ્લીપર ક્લાસના વધારાના કોચ ટેમ્પરરી ધોરણે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 04166/04165 અમદાવાદ-આગ્રા કેન્ટ-અમદાવાદ સ્પેશિયલમાં અમદાવાદથી 04.05.2023 થી 29.06.2023 સુધી અને આગરા કેન્ટથી 03.05.2023 થી 28.06.2023 સુધી સેકન્ડ સ્લીપર ક્લાસના બે વધારાના કોચ જોડવામાં આવશે. ટ્રેન નંબર 04168/04167 અમદાવાદ-આગ્રા કેન્ટ-અમદાવાદ સ્પેશિયલમાં અમદાવાદથી 01.05.2023 થી 26.06.2023 સુધી અને આગરા કેન્ટથી 30.04.2023થી 25.06.2023 સુધી સેકન્ડ સ્લીપર ક્લાસના બે વધારાના કોચ જોડવામાં આવશે.