AMCની માલિકીની જગ્યાઓ, બિલ્ડિંગોમાં ભંગાર પડ્યો હોય તો તેને ઝડપથી નિકાલ કરવા સૂચના | Instructed to dispose of debris promptly in AMC owned premises, buildings | Times Of Ahmedabad

અમદાવાદ27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ખાનગી કંપનીઓ દ્વારા પોતાના અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવા માટે થઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે મંજૂરી માંગવામાં આવતી હોય છે રોડ ખોદવાની મંજૂરી માંગવામાં આવતી હોય છે. જેના માટે થઈ અને કોર્પોરેશનમાં પૈસાની ચુકવણી કરવામાં આવતી હોય છે. જેનો અલગથી ટેક્સ પણ ભરવાનો હોય છે ત્યારે કેટલીક જગ્યાએ ટેક્સ ન લેવામાં આવતો હોવાની સામે આવી હતી. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં હવેથી જે પણ કંપનીઓ દ્વારા રોડ ખોલવા માટે થઈ અને પરમિશન માંગવામાં આવે છે. તેમાં ટેક્સ વિભાગ અને રોડ વિભાગ દ્વારા સંકલન કરી અને ટેક્સ સાથેની રકમ લેવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી.

ઉપરાંત આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની બિલ્ડીંગો અને સ્ટોરમાં જે ભંગાર પડેલો છે તેનો ઝડપથી નિકાલ કરવાની સૂચના આજે અધિકારીઓને આપી છે જે પોલીસી પ્રમાણે ભંગારનો નિકાલ કરવાનો હોય તે કમિટી ની મીટીંગ બોલાવી અને શહેરમાં જ્યાં પણ કોર્પોરેશનની માલિકીની બિલ્ડીંગો અને સ્ટોરમાં ભંગાર પડ્યો છે તે કેટલો છે અને તેનું વેચાણ કરી અને આવક ઊભી કરવા અથવા તો જો તેનો ક્યાંય રિસાયકલ તરીકે ઉપયોગ થઈ શકતો હોય તો તે કરવા માટે જણાવવામાં આવ્યું છે આગામી ચોમાસા ને ધ્યાનમાં રાખી અને બિલ્ડીંગોમાં ભંગાર પડ્યો હોય તો ત્યાં પાણી ભરાય તો મચ્છરજન્ય રોગચાળો થવાની શક્યતા છે જેથી તેનો ઝડપથી નિકાલ કરવા માટે સૂચના આપી હતી.

આગામી 12 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ખાતે કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવવાના છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 1400 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. જેમાં શહેરના વાડજ, સત્તાધાર અને નરોડા જંકશન ઉપર રૂ. 500 કરોડથી વધુના ખર્ચે બનનારા નવા ફ્લાય ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત તેમજ ડ્રેનેજ અને ઝૂંપડપટ્ટી પુનઃસંત યોજના હેઠળ બનનારા આવાસ યોજનાના મકાનોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે