ફરિયાદીએ આર્થિક સંકડામણના કારણે જાતે જ પૈસા જમીનમાં દાટ્યા; પોલીસને ગોથે ચઢાવવા લૂંટનું કાવતરૂં રચ્યું | Ankleshwar robbery of Rs 45 lakh solved by police within hours: Angadia Karmi admits to having masterminded the robbery due to financial constraints | Times Of Ahmedabad

અંકલેશ્વર3 કલાક પહેલા

  • કૉપી લિંક

અંકલેશ્વર અને ભરૂચના માર્ગ ઉપર ગતરોજ સાંજના સમયે 45 લાખની લૂંટની ઘટના બની હતી. જેનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો અને આરોપી તરીકે ફરિયાદીને જ જેલના સળીયા પાછળ ધકેલ્યો. તમને પણ નવાઈ લાગશે કે પોલીસે કેમ ફરિયાદ કરવા આવેલા આરોપીને જ જેલના સળીયા પાછળ ધકેલ્યો. કોણ છે આ લૂંટનો મુખ્ય આરોપી?. કઈ રીતે આરોપીએ રચ્યું હતું ષડયંત્ર?. અને કયા કારણોસર આ લૂંટને અંજામ આપવામાં આવ્યો?. ત્યારે આવો જાણીએ આ સમગ્ર સવાલોના જવાબ. પોલીસે કઈ રીતે દબોચ્યો માસ્ટર માઈન્ડ આરોપીને….

પોલીસે આરોપી ફરિયાદીને પકડી પાડ્યો

પોલીસે આરોપી ફરિયાદીને પકડી પાડ્યો

ગતરોજ 45 લાખ રૂપિયાની લૂંટ ચલાવાઈ હતી
અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા ભરત મણીલાલ પટેલ ભરૂચ ખાતે આવેલી તેમની મહેન્દ્રભાઈ સોમાભાઇ પટેલની આંગડીયા પેઢીમાં રોકડ રકમ લેવા માટે ગયા હતાં. તેઓ ત્યાંથી રોકડા રૂ. 45 લાખ થેલામાં ભરી પોતાની એક્ટીવામાં રાખી અંક્લેશ્વર આવવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન ભૂત મામાની ડેરી પાસે આવતા બે બાઇક પર આવેલા ચાર વ્યક્તિઓએ ફરિયાદીની મોપેડ રોકાવી પોલીસની ઓળખ આપી હતી. બાદમાં તેમની આંખમાં મરચાની ભુકી નાખી, ચપ્પુ બતાવી તેની ડેકીમાંથી રૂ. 45 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતાં. જે અંગેની જાણ મણીલાલ પટેલે અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસને કરી હતી. અંકલેશ્વર DYSP અને LCB, SOG સહિતનો પોલીસ કાફલો ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી્યો હતો ને તપાસ હાથ ધરી હતી.

લૂંટમાં ગયેલ તમામ 45 લાખ રૂપિયા રિકવર કર્યા

લૂંટમાં ગયેલ તમામ 45 લાખ રૂપિયા રિકવર કર્યા

પોલીસે અલગ અલગ માણસોની ટીમો બનાવી હતી
આ બાબતે જિલ્લા એસપી ડૉ. લીના પાટીલની સૂચના અને DYSP ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ LCB PI ઉત્સવ બારોટ તથા બી-ડિવિઝન PI વી.યુ.ગડરીયાએ અલગ અલગ ટીમો દ્વારા ફરીયાદીએ જણાવેલ રૂટના તમામ સી.સી.ટીવી ફુટેજોને બારીકાઇથી તપાસ્યા હતા. ફરિયાદીએ ફરિયાદમાં જણાવેલા વર્ણન વાળા ઇસમો કોઇ પણ સી.સી.ટીવી ફુટેજમાં જણાયા નહતા. તેમજ ફરિયાદીએ પોતાની આંખમાં મરચાની ભૂકી નાખી પૈસા લૂંટી ગયેલા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. જે બાબતે તપાસ કરી ફરિયાદીની મેડીકલ તપાસણી કરાવતા ફરિયાદીની આંખમાં મરચાની ભૂકી નાંખી હોવાનું પણ જણાઇ આવ્યું નહતું. જેથી ફરિયાદીની ઉલટ તપાસ કરતાં તે ભાંગી પડ્યો હતો અને પોતેજ ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.

ફરિયાદીએ જ રચ્યું હતું લૂંટનું ષડયંત્ર

ફરિયાદીએ જ રચ્યું હતું લૂંટનું ષડયંત્ર

આરોપીએ ખાડો ખોડીને રૂપિયા દાટી દીધા હતા
આરોપીએ પોલીસને જણાવ્યુ હતું કે, ભુતમામાની દેરી તથા જુના બોરભાઠા બેટ ગામ તરફ જવાના રોડની વચ્ચે ઝાડી ઝાંખરામાં જમીનમાં ખાડો કરી પૈસા દાટી દીધા હતા. તથા પોતાની પાસે રહેલો મોબાઇલ રસ્તાની નજીક પાણી ભરેલી ખાડીમાં નાખી દીધો અને આંગડીયા પેઢીની ઓફીસ દ્વારા પૈસા સાથે રાખવામાં આવતું જી.પી.એસ. ટ્રેકર પણ ઝાડી ઝાંખરામાં નાંખી દીધું હતું. જે પોલીસે મહેનત કરીને રૂપિયા, ટ્રેકર અને મોબાઈલ રિકવર કર્યો. સાથે આરોપીએ દાટેલા પૈસા પણ આરોપીને સ્થળે લઈ જઈ તેની પાસેથી જ કઢાવ્યા.

પોલીસે આરોપી પાસે દાટેલા પૈસા બહાર કઢાવ્યા

પોલીસે આરોપી પાસે દાટેલા પૈસા બહાર કઢાવ્યા

આરોપીએ આર્થિક સંકળામણના કારણે લૂંટ કરી
આરોપીએ ગાર્ડન સીટીમાં મકાન ખરીદ્યું હતું. જે મકાનની લોન ચુકવવાની બાકી હતી. તેમજ આરોપીએ તેના ઓળખીતા મિત્રના સ્ક્રેપના ધંધામાં 40 લાખનું રોકાણ પણ કર્યું હતું. જે રોકાણ કરતા પૈસા ધંધામાં ડૂબી જતા ત્રણેક મહીનાથી ખુબ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યો હતો. જેથી આરોપીએ એક મનઘડત કહાની બનાવી. રૂ.45 લાખ લુંટાઇ ગયા હોવાની જુઠ્ઠી ફરીયાદ નોંધાવી હતી.

આરોપીએ થેલામાંથી પૈસાના એક એક બંડલ બહાર મુક્યા

આરોપીએ થેલામાંથી પૈસાના એક એક બંડલ બહાર મુક્યા

પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી
આરોપીએ આંગણીયા પેઢી તેમજ પોલીસ બંનેને ગોથે ચડાવવા એક ખોટી કહાની રચી. જ્યાં આરોપીએ પોલીસમાં ફરિયાદ આપતા કહ્યું, ‘4 શખ્સો મારી આંખમાં મરચાની ભૂકી નાખી દીધી હતી અને બાદમાં ચપ્પુ બતાવીને મારી પાસે રહેલા રોકડ રૂપિયા 45 લાખની લૂંટ કરી હતી. આરોપીએ પોતાની પાસે રહેલો ફોન પણ કેનાલમાં નાખી દીધો અને આંગણવાડીમાં પૈસા સાથેનું જી.પી.એસ. ટ્રેકર પણ પાણીમાં નાખી દીધું. જેથી પોલીસને આ સમગ્ર ઘટના અસલ લાગે, પરંતુ કહેવાય છે ને, એક જૂઠને છૂપાવવા 100 જૂઠ બોલો પણ સત્ય હંમેશા સામે આવી જ જાય છે. તેમ આરોપી માસ્ટર માઇન્ડની લાખ તરકીબ કામ ન આવી અને અંતે તે પકડાઈગયો. પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે લૂંટના રૂપિયાની ચકાસણી કરી પૈસા કબજે લીધા

પોલીસે લૂંટના રૂપિયાની ચકાસણી કરી પૈસા કબજે લીધા

આરોપી પોતાના રચેલા ષડયંત્રમાં ફસાયો

આરોપી પોતાના રચેલા ષડયંત્રમાં ફસાયો

Previous Post Next Post