પાટણ પંચાસરા પાર્શ્વનાથ જીનાલયની વર્ષગાંઠ અને ભવ્ય ત્રિશિખરીય જિનાલયનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભકિતમય માહોલમાં યોજાયો | Anniversary of Patan Panchasara Parshwanath Jinalaya and Pran Pratistha Festival of Grand Trishikhariya Jinalaya held in Bhaktimaya Mahal | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Anniversary Of Patan Panchasara Parshwanath Jinalaya And Pran Pratistha Festival Of Grand Trishikhariya Jinalaya Held In Bhaktimaya Mahal

પાટણ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ શહેરના પીપળાગેટ વિસ્તારમાં આવેલ પ્રાચીન પંચાસર પાર્શ્વનાથ પ્રભુજીના જીનાલયની 68 મી વર્ષગાંઠની ભકિતભાવ અને આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી . આ પ્રસંગે પાટણ સહિત અન્ય શહેરોમાં વસતા જૈન શ્રેષ્ઠીઓની અને મુની ભગવંતોની ઉપસ્થિતિમાં વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી .તો મંદિર પરિસરમાં ભવ્ય ત્રિશિખરીય જિનાલયે પૂવૉચાર્યો દ્વારા સંપ્રતિકાલીન 38 પ્રભુજીઓના તેમજ પ્રાચીન ગુરુમૂર્તિ ગુરુ પાદૂકાઓના ભવ્યાતી ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.

જૈનોની તપોભૂમિ ગણાતા પાટણની પાવનધરા જૈન – જૈનેતરો માટે બીજુ કાશી કહેવાય છે . શહેરમાં અનેકવિધ જૈનોના પ્રાચીન જિનાલયો અને દેરાસરો જૈન સમુદાયના લોકો માટે પૂજનીય બની રહયા છે ત્યારે પાટણનું પ્રસિધ્ધ પ્રાચીન પંચાસર દેરાસર જૈનો માટે એક મીની યાત્રાધામ ગણાય છે . આજથી 68વર્ષ પૂર્વે એટલે કે વિક્રમ સંવત 2011 જેઠ સુદ પાંચમના દિવસે મુંબઇ નિવાસી બાબુભાઇ પુનમચંદઝવેરી દ્વારા પંચાસર દેરાસરનું નિર્માણ કરવામાં આવ્યું હતું . તે સમયે જૈન ભગવંતમુની આચાર્યશ્રી વલ્લભસુરીના પટભાવકઆચાર્યવિજ્ય સમુદ્રસુરી મહારાજની નિશ્રામાં ભગવાન પાર્શ્વનાથની દૈદિપ્યમાન મૂર્તિને સ્થાપીત કરવામાં આવી હતી. ત્યારે આજે જેઠ સુદ પાંચમના દિવસે પંચાસર જીનાલયની 68 મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આચાર્ય “ મુનીભગવંતોની નિશ્રામાં 51 શિખરોની ધજા આરોહણ વિધીપૂર્વે 18 અભિષેક પૂજાવિધી અને 17 ભેદી પૂજા સંગીતની સુરાવલી સાથે યોજાઇ હતી .

આ પ્રસંગે ઉપસ્થિત ધજા આરોહણના ભાગ્યશાળી યજમાન પરીવાર દ્વારા ચંદ્રદર્શન અને સૂર્યદર્શનની મુનિ ભગવંતોના મંત્રોચ્ચાર વચ્ચે વિધી સંપન્ન કરવામાં આવી હતી. ત્યારબાદ પંચાસર જિનાલયના મુખ્ય શિખર સહિત 51 શિખરો પર 51 યજમાન પરીવારો દ્વારા જૈન શાસનના જ્યજ્યકાર સાથે ધજા આરોહણ કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે ઉપસ્થિત તમામ જૈન – જૈનેતરોએ પ્રસંગને દિપાળ્યો હતો. ​​​જૈનોની નગરી પાટણમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથ જિનાલયના પરિસર ખાતે ભવ્ય ત્રી શીખરીય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો..

જૈન શાસનની તપોભૂમિ અણહિલપુર પાટણ નગરમાં આજે જેઠ સુદ પાંચમના પાવન દિવસે શ્રી પંચાસરા પાર્શ્વનાથ જિનાલય પરીસરમાં ભવ્ય ત્રિશિખરીય જિનાલયના નવનિર્માણ કાર્ય પૂર્ણ થતાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામસુરીશ્વરજી મહારાજ સાહેબ સહિત અન્ય મુની ભગવંતોની નિશ્રામાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.

પાટણ શહેરના પીંપળાશેરીના પ્રાચીન શ્રી પંચાસરા પાર્શ્વનાથ જિનાલય પરીસરમાં પ્રાચીન સાંપ્રતકાલીન નયનરમ્ય પ્રભુ પ્રતિમાઓ બિરાજમાન હતી. કાળક્રમે આ જીનાલયો ક્ષીણ થતાં તેનો જીર્ણોધ્ધાર કરવાની જરુરીયાત ઉભી થઇ હતી ત્યારે ટ્રસ્ટીમંડળે એકત્રિત થઇ પરમ પૂજય સચ્ચારિત્રચુડામણી તપાગચ્છાપિતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામસૂરીશ્વરજી મહારાજના શિષ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જગચ્છન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ પાંચેય જિનાલયોનો જીર્ણોધ્ધાર કરતા આજે તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે આચાર્ય સહિત મુની ભગવંતોની નિશ્રામાં નવીન જિનાલયમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઇ હતી જયાં સંગીતના તાલે આચાર્ય ભગવંતોએ જૈન શ્રાવકો સમક્ષ પૂજાઅર્ચના ભણાવી સમગ્ર વાતાવરણને જૈન શાસનના રંગે રંગી દીધુ હતું. આમ પાટણની પાવન ધરા ઉપર પ્રાચીન પંચાસરા પાર્શ્વનાથ જીનાલયની વર્ષગાંઠ અને ભવ્ય ત્રિશિખરીય જિનાલયનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભકિતમય માહોલમાં સંપન્ન થયો હતો.

Previous Post Next Post