નવસારી22 મિનિટ પહેલા
- કૉપી લિંક
નવસારી પાલિકાએ શહેરીજનો રાહત દરે પીવાનું પાણી મેળવે તે માટે શહેરના અલગ અલગ 5 સ્થળોએ પ્રાયોગિક ધોરણે વૉટર ATM મૂક્યા હતા પરંતુ તેનું યોગ્ય મેન્ટેનન્સ ન થતા તમામ ATM હાલમાં ધૂળ ખાઈ રહ્યા છે. શોભાના ગાંઠિયા બનેલા આ મશીન આગામી ઉનાળામાં શહેરીજનો માટે ઉપયોગી થઇ શકે તેમ હતા પણ પલિકની બેદરકારીથી આ ઉપક્રમ નિષ્ફળ જતો દેખાય રહ્યો છે. વિઠ્ઠલ મંદિર વિસ્તારમાં પાસેનું ATM ધૂળ ખાઈ રહ્યું છે.
શહેરીજનોને રાહત દરે પીવાનું સ્વચ્છ પાણી મળી રહે તે માટે પાલિકાએ પ્રાયોગિક ધોરણે વોટર એટીએમનો એક પ્રયોગ આમલી બનાવ્યું હતું. જોકે આ પ્રયોગનું બાળમરણ થયું હતું. એક રૂપિયાના રાહત દરે પીવાનું સ્વચ્છ પાણી મળી રહે તે માટે નવસારી વિજલપોર નગરપાલિકાએ 2022માં 25 લાખના ખર્ચે 5 જેટલા મશીનો ખરીદ્યા હતા અને તેને અલગ અલગ વિસ્તારમાં મૂકીને વોટર એટીએમમાં એક રૂપિયો નાખ્યા બાદ 10 લિટર જેટલું પાણી મળતું હતું. થોડા દિવસ સુધી આ મશીનો કાર્યરત રહ્યા બાદ એકાએક તેઓ બંધ થવા માંડ્યા હતા. પાલિકાએ આ મામલે કોઈ પણ મેન્ટેનન્સ લેવાની તસ્દીન લેતા મશીનો હાલ ધૂળ ખાઈ રહ્યા છે. વિજલપુરમાં આવેલા વિઠ્ઠલ મંદિરની બાજુમાં મૂકવામાં આવેલું આ વોટર એટીએમ હાલ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે. આ વોટર એટીએમના નીચે સાંજે પાથરણાવાળા વેપારીઓ વેપાર કરે છે. એક જાગૃત નાગરિક દ્વારા આ વીડિયો બનાવી પાલિકાની આંખ ખોલવાનો પ્રયાસ કર્યો હતો.
નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા શહેરીજનોને પીવાલાયક પાણી રાહત દરે મળી રહે તેવા હેતુથી શહેરના 5 જાહેર સ્થળોએ વોટર ATM ગત વર્ષે મૂક્યા હતા.વોટર એટીએમ ધારાસભ્ય સહિત નગરસેવકોની હાજરીમાં મૂકી તો દેવાયા પરંતુ તેનું મેન્ટેનન્સ યોગ્ય રીતે ન થતાં તે હાલમાં ધૂળ ખાઈ રહ્યા છે અને શહેરીજનો માટે બિન ઉપયોગી બન્યા છે.પાલિકાએ મશીન પાછળ 25 લાખનો ખર્ચો કર્યો છે.જે પાણીમાં ગયો છે.બીજી તરફ શહેરીજનો પૈસા ખર્ચીને પીવાલાયક પાણી ખરીદીને પીવે છે.શહેરીજનો વેરો ભર્યા બાદ પણ પીવાનું સ્વચ્છ પાણી નળ વાટે મેળવી શકતા નથી. તેઓ ખાનગી સંસ્થાઓ પાસેથી 20 રૂપિયા ના દરે પાણીની બોટલોનું પીવે છે જેથી પાલિકાએ શહેરીજનોને એક રૂપિયાના દરે 10 લીટર પાણી ઉપલબ્ધ થાય તેવા શુભ આશયથી 25 લાખની યોજના હેઠળ આશરે 5 લાખથી વધુની કિંમતના 5 જેટલા મશીનો શહેરના અલગ અલગ વિસ્તારોમાં મૂક્યા હતા જેમાં વિઠ્ઠલ મંદિર, અજગર વાળા બાગ, લીમડા ચોક,દશેરા ટેકરી અને કબીલપોર વિસ્તારમાં આ મશીનો પ્રાયોગિક ધોરણે મૂક્યા હતા. પરંતુ થોડો સમય કાર્યરત રહ્યા બાદ આ મશીનો ખોટકાવા સાથે ધૂળ ખાઈ રહ્યા છે.
વોટર ATM કેમ ખોટકાયા તેનું કારણ જાણવા જતાં માહિતી મળી કે ATM ઉપર એક ટેન્ક મુકવામાં આવ્યો છે. જેમાં નગરપાલિકાના દ્વારા નિશ્ચિત સમય માંટે પાણી ઉપલબ્ધ થાય છે અને તે ટેન્ક ભરાયાં બાદ પાણી ફિલ્ટર થઈને શહેરીજનોને મળે છે પરંતુ એટીએમ માં ઉપર મૂકવામાં આવેલું ટેન્ક સંપૂર્ણ ભરાતું નથી જેને કારણે સમયાંતરે તે ખોટકાયું છે. રૂપિયાનો સિક્કો નાખ્યા બાદ પણ તેમાંથી પાણી ન નીકળતા લગભગ શહેરના તમામ બિન ઉપયોગી બન્યા છે.