પાટણ7 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાટણ શહેરમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતા લોકોમાં દોડધામ જોવા મળી હતી. પવનના કારણે રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી.

ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન કમોસમી વરસાદે વિરામ લીધો હતો. પરંતુ, આજે પાટણ શહેરમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અચાનક જ ભારે પવન ફૂંકાવાના કારણે રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડતા વાતાવરણ ધૂંધળું બન્યું હતું. ભારે પવનની સાથે વરસાદ વરસતા રસ્તા પર લોકોમાં દોડધામ જોવા મળી હતી. ભારે પવનના કારણે કેટલાક વિસ્તારમાં વૃક્ષો પણ જમીનદોસ્ત થયા હતા.


