બાબાએ ભક્તોને કર્યા નિરાશ ,બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ચાર કલાક સુધી ભક્તોને રજડાવી પ્રતીક્ષા કરાવી દર્શનનો કાર્યક્રમ કર્યો રદ, ભક્તોમાં નારાજગી વ્યાપી | Baba disappointed the devotees, Baba Dhirendra Shastri made the devotees wait for four hours and canceled the darshan program, displeasure spread among the devotees. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Baba Disappointed The Devotees, Baba Dhirendra Shastri Made The Devotees Wait For Four Hours And Canceled The Darshan Program, Displeasure Spread Among The Devotees.

સુરત14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી આજે સુરતમાં જુદા જુદા કાર્યક્રમમાં હાજરી આપશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વેસુ ખાતે આવેલ ખાટું શ્યામ ના મંદિરે ધીરેન્દ્ર શાસ્ત્રી આવવાની જાહેરાત કરી હતી. સવારે 11 વાગ્યે મંદિરે દર્શન કરી પોતાના ભક્તોને દર્શન આપશે તેવી જાહેરાત કરતા આયોજન કરાયું હતું. પરંતુ ચાર કલાક સુધી ભક્તોને રાહ જોવડાવ્યા બાદ બાબાએ મેસેજ આપ્યો કે તેઓ અહીં હાજરી આપશે નહીં. જેને લઇ ચાર કલાક સુધી બાબાએ તેમના ભક્તોને રજડાવ્યા હતા અને પ્રતીક્ષા કરાવતા ભક્તોમાં નારાજગી વ્યાપી હતી.

કલાકો સુધી ઉભા રહ્યા પણ બાબા દેખાયા નહીં

ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગત માટે સવારે 9:00 વાગ્યાથી તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી જ્યારે દર્શન કરવા આવેલા લોકો તેમનો જન્મ લોકોને જાણ થઈ કે ધીરેન્દ્ર શાસ્ત્રી ખાતુશા મંદિર ખાતે 11:00 વાગે આવવાના છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ખાટોશ્યામ મંદિરના ગેટ ઉપર ઉભા રહી ગયા હતા અને તેમના સ્વાગત માટેની તૈયારી કરી લેવામાં આવી હતી તેમજ જે ટ્રસ્ટીઓ છે તેમના દ્વારા હોલ ની અંદર નાનો દરબાર ભરાય એ પ્રકારની પણ વ્યવસ્થા કરી હતી જેમાં 200 જેટલા ટ્રસ્ટીઓ તેમ તેમના પરિવારના લોકો એકત્રિત થયા હતા પરંતુ 11:00 વાગ્યાનો સમય આપ્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી ત્રણ વાગ્યા સુધી દેખાયા ન હતા જેના કારણે ભક્તો ભારે નિરાશ થયા હતા.

ધીરેન્દ્ર શાસ્ત્રી 12:30 વાગે ઉઠ્યા હોવાનું માલુમ પડ્યું

સવારે 11 વાગ્યાનો કાર્યક્રમ હોવા છતાં બે અઢી વાગ્યા સુધી તેઓ કાર્યક્રમ સ્થળ પર ન પહોંચતા તપાસ કરવામાં આવી તો સૂત્રો પાસેથી માહિતી મળી કે ધીરેન્દ્ર શાસ્ત્રી 12:30 વાગ્યે ઉઠ્યા હતા. તેઓ પોતે આરામમાં હોવાનું જાણવા મળ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે 12:30 વાગ્યા સુધી તેઓ નિંદ્રા આમાં હતા. અને અહીં ભક્તો વહેલી સવારથી તેમના સ્વાગતની ભરપૂર તૈયારી કરી લીધી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રી આટલા લેટ સુધી સૂઈ રહે છે એ બાબતની ચર્ચા થતા ભક્તોમાં પણ આશ્ચર્ય ફેલાઈ ગયું હતું. બાર વાગ્યે ધમધોકાર તાપમાં પણ મંદિરના ગેટ પાસે મહિલાઓ અને બાળકો તેમના સ્વાગત ની થાળી લઈને કલાક સુધી રાહ જોતા રહ્યા.