પંચમહાલ (ગોધરા)21 મિનિટ પહેલા
- કૉપી લિંક

શહેરા તાલુકામાં આવેલા પાનમ પાટિયા નજીક એક ડીવાઈડર પાસે એક મગરના બચ્ચાએ દેખા દીધી હતી. જેના પગલે રોડ ઉપર અવર-જવર કરી રહેલા રાહદારીઓ અને વાહન ચાલકોમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. આ મગરના બચ્ચા દેખા દેતા તાત્કાલિક મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના દ્વારા સંચાલિત મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યું ટ્રેનિંગ સેન્ટર અને શહેરા વન વિભાગની ટીમ દ્વારા મગરના બચ્ચાનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.

મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરી સહી સલામત નદીમાં છોડી મૂક્યું
મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડમી શહેરા/ આઈએચઆરડીસી અને વન વિભાગની ટીમ દ્વારા મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.હતુ. મગર પાનમ પાટિયા નેશનલ હાઇવે બે રસ્તાની વચ્ચે ડિવાઇડરમાં હતું. જેને અવર જવર કરી રહેલા લોકોએ જોયા બાદ શહેરા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આર.એફ.ઓ આર.વી પટેલના માર્ગદર્શન હેઠળ મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુટ ટ્રેનિંગ એકેડમીના મનજીત વિશ્વકર્મા તેમજ વન વિભાગની ટીમ દ્વારા મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરીને સહી સલામત નદીમાં છોડી મૂકવામાં આવ્યું હતું.