- Gujarati News
- Local
- Gujarat
- Kutch
- A Bag Containing Necessary Aadhaar Proof, Smart Phone And Cash Was Found In Nakhtrana And The Youth Returned It To Its Original Owner
કચ્છ (ભુજ )9 મિનિટ પહેલા
- કૉપી લિંક
વર્તમાન સમયે આર્થિક ગુનાઓમાં વ્યાપકપણે વધારો જોવા મળી રહ્યો છે. અમુક લોકો સામાન્ય રકમ માટે મોટું પગલું ભરી લેતા હોય છે તો મૂડી માટે છેતરપિંડીની ઘટનાઓ છાસવારે સામે આવતી રહે છે. તેવા સમયમાં પણ ઘણા એવા લોકો પણ સમાજમાં જોવા મળતા હોય છે જે પર પીડાને સમજી મદદ કરતા હોય છે. આવોજ એક કિસ્સો નખત્રાણા નગરમાંથી જાણવા મળ્યો છે. જ્યાં જરૂરી આધાર પુરાવા, સ્માર્ટ ફોન અને રોકડ રકમ સાથેની બેગ મળી આવતા યુવકે તેના મૂળ માલિકની શોધ કરી પરત આપી હતી. યુવકની પ્રામાણિકતા બદલ અનેક લોકોએ તેમની પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યાં હતા.
નખત્રાણા નગરના કન્યા શાળા રોડ પાસેથી પસાર થતા રજત સાધુને ગત સમી સાંજે બિન વારસી હાલતમાં એક બેગ મળી આવી હતી. બેગમાં તપાસ કરતા તેમાં દસ્તાવેજી પત્રો, રોકડ રકમ અને સ્માર્ટ ફોન હતા. બેગ વિશે આસપાસ તપાસ કરતા કોઈ કળી મળી ના હતી. જોકે ત્યારબાદ મોબાઈલમાં રહેલા નંબર પરથી શોધ કરતા આ બેગ તાલુકાના નાની વિરાણી ગામના શંકર રબારીની હોવાનું ખુલતા રજતભાઈએ બેગ શોધી રહેલા શંકરભાઈનો સંપર્ક કરી બેગ વિશેની જાણકારી આપી હતી. બેગ મળી ગયાની જાણ થતાં જ શંકર રબારી નખત્રાણા પરત આવ્યાં હતા. જ્યાં તેમને ખોવાયેલી બેગ મૂળ સ્થિતિમાં પરત મળી જતા રાહતનો શ્વાસ લીધો હતો. આમ યુવકે પોતાની પ્રામાણિકતા દાખવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.