જૂન-જુલાઈ માસમાં શિવરાજપુર બીચ પર યાત્રિક સુરક્ષા હેતુ નહાવા/સ્વીમીંગ પર પ્રતિબંધ; જિલ્લા પોલીસ વડાનો લોક દરબાર યોજાયો | Ban on bathing/swimming at Shivrajpur beach in June-July for tourist safety purpose; A public darbar of the district police chief was held | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Ban On Bathing Swimming At Shivrajpur Beach In June July For Tourist Safety Purpose; A Public Darbar Of The District Police Chief Was Held

દ્વારકા ખંભાળિયાએક કલાક પહેલા

  • કૉપી લિંક

દરિયામાં કરન્ટને પગલે નિર્ણય લેવાયો…
દ્વારકા નજીક આંતરરાષ્ટ્રીય ખ્યાતમાન શિવરાજપુર બ્લ્યુ ફ્લેગ બીચ આવેલું છે. જ્યાં હાલના ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓની પુષ્કળ ભીડ જોવા મળે છે. ગરમીની સીઝનમાં મોટા ભાગે સહેલાણીઓ નહાવા તથા બીચ એક્ટીવીટીઝ માટે શિવરાજપુર બીચની મુલાકાત લેતાં હોય છે. આગામી સમયમાં ચોમાસું શરૂ થતું હોય જેના લીધે દરિયાના પાણીમાં ભયજનક કરન્ટ જોવા મળતો હોય છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક કલેક્ટરે યાત્રિકોની સલામતી હેતુ આગામી તા. 1લી જૂન 2023થી 31મી જુલાઈ સુધી બે માસ સુધી શિવરાજપુર બીચ પર નહાવા તથા સ્વીમીંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર સામે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતાં પી.એસ.આઈ. અથવા ઉપરના દરજ્જાના પોલીસ અધિકારી ભારતના ફોજદારી અધિનિયમ 1860ની ક્લમ 188 અન્વયે કાનુની કાર્યવાહી કરી શકશે. આ ઉપરાતં દ્વારકાની ગોમતી નદીથી ભડકેશ્વર બીચ સુધીના દરિયાઈ કાંઠા વિસ્તારમાં પણ પાણીમાં કરન્ટ જોતાં યાત્રિકોની સલામતી માટે ગોમતી નદીમાં સ્નાન કરવા પર તંત્ર દ્વારા મનાઈ ફરમાવી છે.

લોકોના પ્રશ્નો સંદર્ભે માર્ગદર્શન…
તાજેતરમાં ખંભાળીયાના ચારબારા ગામે પ્રાથમિક શાળા ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની અધ્યક્ષતામાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ગ્રામજનોને કાયદો અને વ્યવસ્થા અંગે કોઈ પ્રશ્ન હોય તો જણાવવા કહીને દારૂ, જુગાર તથા વ્યાજખોરો સામે કડક પગલાં લેવાની ખાત્રી આપી જાણકારી તથા માહિતી તથા ફરીયાદ માટે લોકોને આગળ આવવા જણાવીને વ્યાજખોર, જમીન માફીયા, ગુંડા તથા આવારા તત્ત્વો સામે ક્ડક પગલાં લેવાની ચિમકી પણ આપી હતી.

જિલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડેય સાથે સલાયાના ઈન્ચાર્જ પી.આઈ. સીંગરખીયા, પોલીસ સ્ટાફના નગા ગઢવી, દેવુભા જાડેજા, ભરતસિંહ જાડેજા, વીરૂભા જાડેજા, સરપંચ ભીખુભા જાડેજા, ભીખુભા ઉમેદસંગ સહિતના આગેવાનો, સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જિલ્લા પોલીસ વડા તથા આગેવાનોનું ગ્રામ અગ્રણીઓ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું.

Previous Post Next Post