Monday, May 29, 2023

બેચરાજી પોલીસે શંખલપુર રોડ પર આવેલી સોસાયટીમાંથી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી, બૂટલેગર ફરાર | Becharaji police seized a car full of liquor from the society on Shankhalpur road, the bootlegger absconded. | Times Of Ahmedabad

મહેસાણા10 કલાક પહેલા

  • કૉપી લિંક

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકા પોલીસે શંખલપુર રોડ પર આવેલા વ્રજ વિહાર સોસાયટીમાં ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. ગાડી ચાલક ગાડીમાં દારૂ ભરી વેપાર કરતો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે દરોડો પાડી ગાડી કબ્જે કરી હતી અને વધુ તપાસ આદરી છે.

બેચરાજી તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, શંખલપુર રોડ પર આવેલ વ્રજ વિહાર સોસાયટીમાં રહેતો જયસ્વાલ અંકિત કુમાર પોતાની ગાડીમાં દારૂ ભરીને વેપાર ધધો કરે છે. જેથી પોલીસે બાતમી વાળી જગ્યા પર દરોડા પાડી સોસાયટીમા પડેલ ગાડીમાંથી દારૂ કબ્જે કરી તપાસ આદરી GJ2CP3804 માં તપાસ દરમિયાન દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે ગાડી સહિત કુલ 3 લાખ 01 હજાર 705 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ દારૂ વેચનાર આરોપી મળી ન આવતા બેચરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.