વઢવાણએક કલાક પહેલા
- કૉપી લિંક
- સમાજને જાગૃત કરવા અનોખી પહેલ કરાઈ
હાલ મરણ પ્રસંગે દુખદાયક હોવા છતા ભોજન સહિતના કેટલાક કુરીવાજો વધુ દુ:ખ પહોંચાડે છે. મરણ પ્રસંગમાં થતા આર્થિક અને સમયના દુરૂપયોગથી લોકો કંટાળેલા છે.પરંતુ સમાજ શું કહેશે તેના ડરથી કુરીવાજ અને જુના રીવાજો નિભાવે છે. વઢવાણના મોરી પરીવારના હરપાલસિંહ મનહરસિંહનું મૃત્યુ થયું હતું. આથી તેમના મોટાભાઇ ભવાનસિંહ મોરીએ વિજયસિંહ મોરી સહિતના પરીવારે હરપાલસિંહના મૃત્યુ બાદ બેસણા, લૌકીક વ્યવહાર ન રાખવા સામુહિક ચિંતન કર્યું હતું. કુટુંબના ભાઇઓના મોબાઇલ પર શોક સંદેશા આપવાનો નિર્ણય કર્યો હતો. મોરી પરીવારના સગાસબંધી, હિતેચ્છુઓને મેસેજ મોકલી બેસણા અને લૌકીક વ્યવહાર પર ન આવવા અપીલ કરી હતી.
શોક સંદેશ મોબાઇલ પર આપવા જણાવ્યું હતું. આ પહેલ આગળ વધે તો જરૂર સામાજીક પરિવર્તન આવશે. સગા સબંધીઓને સંદેશ માટે વઢવાણના સ્વ. હરપાલસિંહ મોરીની સ્મરણાંજલી હિતાર્થે અર્પણ સંદેશની પત્રીકા પણ મોકલાઈ હતી. જેમાં મરણ પ્રસંગે કુરીવાજોને લીધે પડતી મુશ્કેલીઓ રજૂ કરાઇ છે.
કાણ મોકાણમાં ભોજન પણ ક્રમશ: બંધ
વઢવાણ ખારવાની પોના રાજપૂત સમાજે સૌપ્રથમ બેસણા કે લૌકીકમાં જાગૃત લાયક સંદેશા આપવા છે. જેમાં ચા અને જમણવાર ન કરવા સ્વૈચ્છીક શરૂઆત કરી હતી. આમ મરણ પ્રસંગે કુરીવાજો બંધ કરીને ગરીબ બાળકોને ભોજન, શિક્ષણ પાછળ રૂપિયા વાપરવા જોઇએે.