ભરૂચ16 મિનિટ પહેલા
- કૉપી લિંક
ભરૂચમાં સપ્તાહના પેહલા દિવસ સોમવારે જ સવારે પીક અવર્સમાં શહેર ટ્રાફીકજામમાં ફસાયું હતું.
ભરૂચ શહેરના મુખ્ય માર્ગ એવા સેવાશ્રમ રોડ પર નવા પેવર બ્લોક બેસાડવાની કામગીરી હાથ ધરાઇ રહી છે. જેના પગલે પાંચબત્તીથી શકિતનાથ સુધીના માર્ગને તંત્ર દ્વારા વન વે જાહેર કરાયો છે, પરંતુ પેવર બ્લોક ની કામગીરી માર્ગ ની બન્ને બાજુએ ચાલુ કરાવી દેવતા સમગ્ર માર્ગ બંધ કરાયો છે જેની અસર આજ રોજ સપ્તાહના પ્રથમ દિવસે જ સ્ટેશન રોડ પર દેખાઈ હતી.
એક તરફ પાંચબત્તીથી શક્તિનાથ રેલવે નાળાને 31 મે સુધી વન વે જારી કરી કામ ચાલી રહ્યું છે. સોમવારે વેપાર, ધંધા, ઓફિસો, દુકાનો અને કચેરીઓ ખુલતા જ બીએસએનએલ થી સ્ટેશન રોડ બિગ બજાર સુધી વાહનોની કતારો જામી ગઈ હતી.
આકરી ગરમી અને વાહનોના ધુમાડામાં લોકોને કેટલાય સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવાનો વારો આવ્યો હતો. તો આ ટ્રાફિક જામ માં એમ્બ્યુલન્સ સહિત ના ઇમરજન્સી સેવા ના વાહનો પણ અટવાયા હોવાના દ્ર્શ્યો સામે આવ્યા હતા.