બૉર્ડની પરીક્ષાનાં રિઝલ્ટ બાદ વિદ્યાર્થીઓની આત્મહત્યાના સમાચાર ભાસ્કર પ્રકાશિત નહીં કરે | Bhaskar will not publish news like student suicide after board exam results | Times Of Ahmedabad

24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ધો. 12 સાયન્સની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન. પરંતુ જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ધાર્યું પરિણામ નથી મેળવી શક્યા, કે પછી સફળ નથી થયા, તેમણે સહેજ પણ નિરાશ થવાની જરૂર નથી. કારણ કે આ માત્ર એક ધોરણની-અભ્યાસક્રમની પરીક્ષા છે, જીવનની પરીક્ષા નથી. એક પરીક્ષામાં મળેલી નિષ્ફળતા જીવનની નિષ્ફળતા નથી. પરંતુ આવી પરીક્ષાઓનો ડર એવો છે કે તેમાં નિષ્ફળ ગયેલા વિદ્યાર્થીઓ પરિણામથી નિરાશ થઇને કે માતાપિતાને કે સમાજને ‘શું મોઢું બતાવીશું?’ એવી ખોટી ચિંતામાં ઘણાં સંવેદનશીલ બાળકો આત્મહત્યા જેવું ઘાતકી ખોટું પગલું ભરી બેસે છે.

એટલે જ દિવ્ય ભાસ્કરે બાળકો, માતાપિતા અને સમાજના હિતમાં નિર્ણય કર્યો છે કે ‘પરીક્ષામાં નિષ્ફળતાને કારણે આત્મહત્યા’ જેવા સમાચારો ભાસ્કર પ્રકાશિત નહીં કરે. કારણ કે બાળકોનું જીવન બૉર્ડની કે પછી કોઇપણ પરીક્ષાથી ક્યાંય વધુ અણમોલ છે.

આગામી દિવસોમાં બૉર્ડની અન્ય પરીક્ષાઓનાં પરિણામો પણ આવવાં શરૂ થશે. આશા રાખીએ કે તમામ બાળકો સારી ટકાવારીથી ઉત્તીર્ણ થાય, પરંતુ કાયમ યાદ રાખશો કે હાથમાં આવતી એ માર્કશીટ જીવનની માર્કશીટ નથી.

જન સરોકાર લક્ષી પત્રકારત્વ માટે ભાસ્કર ગ્રૂપ પ્રતિબદ્ધ છે.

Previous Post Next Post