ભાવનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
હવામાન વિભાગની માવઠાની આગાહીના પગલે આજે ભાવનગર શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આજે બપોર બાદ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. જેમાં તળાજા તાલુકાના હમીરપરા ગામ સહિતના વિસ્તારોમાં આજે બારે મેઘ ખાંગા થયા હોય તેમ ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો, અને નદી ઓ બે કાંઠે વહેતી થઈ હતી,
વરસાદને કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 2 મેં સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે ભાવનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર, સિહોર તથા તળાજા તાલુકાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. માવઠાના કારણે ખેતીપાકને નુકસાન થવાની ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે, તળાજા તાલુકાના હમીરપરા ગામ સહિતના અનેક વિસ્તારોમાં આજે બપોર બાદ ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો.
તળાજા તાલુકાના ગામોમાં ઘોઘમાર વરસાદ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી કાળા ડિબાગ વાદળો વચ્ચે કમોસમી વરસાદ વરસી રહ્યો છે આજે તળાજા તાલુકાના અલંગ, મણાર, હમીરપરા, ચૂડી સહિતના મોટાભાગના ગામોમાં કાળા ડિબાગ વાદળો વચ્ચે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને લઇને હમીરપરા ગામ પાસેથી પસાર થતી નદીમાં ઘોડાપૂર આવ્યું હોવાનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો છેલ્લા ત્રણ દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે.