વલસાડ5 કલાક પહેલા
- કૉપી લિંક
વલસાડના ભીડભંજન મહાદેવ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા ભાજપ દ્વારા વલસાડ શહેરની અભ્યાસ માટે બહાર જતી વિદ્યાર્થીઓની જાગૃતિ માટે ધ કેરલ સ્ટોરી ફિલ્મ બતાવવામાં આવી હતી. વલસાડ શહેરની વિદ્યાર્થીનીઓને જાગૃત કરવાનો ભીડભંજન મહાદેવ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વલસાડની વિદ્યાર્થિનીઓ અલગ અલગ ફિલ્ડમાં અભ્યાસ કરવા માટે જિલ્લાની તેમજ રાજ્યની અલગ અલગ કોલેજની હોસ્ટેલોમાં અભ્યાસ કરવા જતી હોય છે. કેટલાક વિધર્મીઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સરળતાથી ગેરમાર્ગે દોરવી જવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેને ધ કેરલ સ્ટોરી ફિલ્મ દર્શાવવામાં આવી છે. જેથી શહેરના ભીડભંજન મહાદેવ મંદિર ટ્રસ્ટ અને વલસાડ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા જિલ્લા બહાર અભ્યાસ કરવા હતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે સીનેપાર્ક મલ્ટી પ્લેક્સમાં 560 જેટલી વિદ્યાર્થીનીઓ માટે ફિલ્મ બતાવવામાં આવી હતી. આગામી ગુરુવારે પણ ભીફભંજન મહાદેવ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા ભાજપ સંગઠન દ્વારા વધુ એક શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને ભીડભંજન મહાદેવ મંદિર ટ્રસ્ટના અગ્રણી શિવજી મહારાજે આગામી ગુરુવારે માટે ફિલ્મ નિહાળવા આવનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પોતાનું નામ ભંજન મંદિર ખાતે નોંધાવવા જણાવ્યું છે.