કચ્છ (ભુજ )12 મિનિટ પહેલા
- કૉપી લિંક

કચ્છ જિલ્લામાં બાઈક ચોરીની ઘટના અવિરત બનતી રહે છે. જેન અટકાવ માટે તાજેતરમાં બન્ને બિભાગના પોલીસવડાએ વિવિધ લોક દરબાર દરમિયાન બાઈકને પાર્ક કરતી વેળાએ હેન્ડલ લોક કરવા, સીસીટીવી હોય એ સ્થળે પાર્ક કરવા સહિતની સૂચનાઓ પણ આપી હતી. જોકે પોલોસની સક્રિયતા વચ્ચે પણ બાઈક ચોરીની ઘટના લગાતાર બનતી રહે છે. ત્યારે ભુજમાં બે દિવસ પૂર્વે જી.કે. જનરલ સરકારી હોસ્પિટલમાંથી બાઇની ઉઠાંતરીની ફરિયાદ નોંધાઇ હતી, જેની તાકીદની તલાસ બાદ બી-ડિવિઝન પોલીસે ગણતરીના ક્લાકોમાં જ તસ્કરને બાઈક સાથે ઝડપી પાડ્યો હતો.
ભુજની જીકે જનરલ સરકારી હોસ્પિટલમાંથી ગત તા. 20ના બપોરના અરસામાં હોસ્પિટલના પ્રથમ ગેટના પાર્કિંગમાંથી બાઇક ચોરીની ઘટના બની હતી. જેની ફરિયાદ તા.21મીના બપોરે નોંધાવાઈ હતી. જે અંતર્ગત નેત્રમ સીસીટીવીના કેમેરાનો ઉપયોગ કરી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ ટીમના હેડ કોસ્ટેબલ નોનીલેશભાઇ ભટ્ટ અને કોન્સ્ટેબલ મહાવીરસિંહ જાડેજાને મળેલી સંયુક્ત બાતમીના આધારે જી.કે. હોસ્પિટલ તરફ આવતો મૂળ રાપર તા.ના નાની રવનો અને હાલે માંડવી તા. ના ઉંનડોઠમાં રહેતો આરોપી ભીખો હરજી કોલીને ઝડપી પૂછપરછ કરતા તેણે બાઈક ચોરીની કબૂલાત આપી હતી. આરોપી રીઢો ચોર છે. તેના વિરૂદ્ધ માંડવી, ગઢશીશામાં ચોરી અને સામ ખીયાળીમાં હત્યાના પ્રયાસનો ગુનો નીંધાયેલો છે.