Thursday, May 25, 2023

વંથલી-કેશોદ હાઈવે પર કારચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટનાસ્થળે જ મોત | Bike rider dies on the spot after being hit by a car on Vanthali-Keshod highway | Times Of Ahmedabad

જુનાગઢએક કલાક પહેલા

  • કૉપી લિંક

જૂનાગઢ જિલ્લાના વંથલી-કેશોદ હાઈવે પર પેટ્રોલપંપ નજીક એક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અક્સમાત સર્જાતા બાઈકસવાર આધેડનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

વંથલી સોમનાથ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત રહેવા બપામ્યો છે. આજે વંથલી-કેશોદ વચ્ચે પેટ્રોલપંપ પાસે એક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર ગોવિદભાઈ ડાભી નામના આધેડનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાના પગલે પોલીસે ઘટનાસ્થલ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.