BJPના 14 અને અપક્ષના 5 સભ્યો જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જાગૃતિબેન પટેલ અને ઉપ પ્રમુખ તરીકે બાબુભાઈ પટેલની વરણી | Election of 14 members of BJP and 5 members of Independents as Zilla Panchayat President and Babubhai Patel as Vice President | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Election Of 14 Members Of BJP And 5 Members Of Independents As Zilla Panchayat President And Babubhai Patel As Vice President

વલસાડ5 કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ અને સેલવાસની જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં આવનાર અઢી વર્ષ માટે નવા પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી દમણ અને સેલવાસની જિલ્લા પંચાયત ખાતે યોજવામાં આવી હતી. દમણની જિલ્લા પંચાયત ખાતે ભાજપના 14 અને અપક્ષના 5 મળી 19 સભ્યોની બેઠક ધરાવતી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં BJPના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે જાગૃતિબેન પટેલ બિન હરીફ ચૂંટાઈ આવતા હતા. જ્યારે ઉપ પ્રમુખ તરીકે બાબુભાઇ પટેલનો ભવ્ય વિજય થયો હતો. ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ તેમજ તેમના સમર્થકો દ્વારા વધાવી લેવામાં આવ્યા હતા.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણની જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં આજે બપોરે દમણ જિલ્લા પંચાયત ખાતે આવનાર અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે જાગૃતીબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ પટેલ વિજેતા થયા હતા. જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાયેલીઆ ચૂંટણીમાં જિલ્લા પંચાયતના કુલ 14 સભ્યો હાજર રહ્યા હતા .જેમાંથી 9 સભ્યો ભાજપના અને 5 સભ્યો અપક્ષના હાજર હતા .ચૂંટણી દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જાગૃતીબેન પટેલ બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે ઉપપ્રમુખ તરીકે બે ફોર્મ ભરાયા હતા. ત્યારબાદ વોટીંગ થતાં ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ પટેલ વિજેતા થયા હતા. આમ દમણ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ અને ઉપપ્રમુખ બંને દુનેઠા વિસ્તારના છે. આથી તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ હતો. મહત્વપૂર્ણ છે કે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ નું પદ ખૂબ જ પ્રતિષ્ઠા ભર્યું માનવામાં આવે છે. ત્યારે ભાજપ શાસિત દમણ જિલ્લા પંચાયતમાં ફરી એક વખત પ્રમુખ અને ઉપપ્રમુખ ચુંટાતા સમર્થકોએ ઉત્સાહથી વધાવ્યા હતા. અને બંનેને શુભેચ્છા પાઠવી હતી.

દાદરા નગર હવેલીના સેલવાસ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી બાદ BJPનો દબદબો રહ્યો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ટર્મ પૂર્ણ થતાં આજે સેલવાસ જિલ્લા પંચાયતના પ્રખુખ અને ઉપ પ્રમુખની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે દામજી કુરાડા અને ઉપ પ્રમુખ તરીકે વંદનાબેન પટેલની બિન હરીફ વરણી થઈ હતી. સેલવાસ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની બિન હરાઈફ વરણી થતા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ સેલવાસ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખને તાળીઓના ગલગાળાટથી વધાવી લીધા હતા.