વલસાડથી સુરત આવેલી નેત્રહીન યુવતીએ કહ્યું: ‘મેથ્સ થોડું અઘરું હતું બાકી પેપર સરળ હતું, પ્રથમ ટ્રાયમાં એક્ઝામ ક્રેક કરીશ’ | Blind girl from Udwada, Valsad appeared for UPSC exam at Surat, confident of passing in first try, being blind found Maths subject difficult | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Blind Girl From Udwada, Valsad Appeared For UPSC Exam At Surat, Confident Of Passing In First Try, Being Blind Found Maths Subject Difficult

સુરત5 કલાક પહેલા

  • કૉપી લિંક
વલસાડના ઉદવાડાની યુવતીએ પ્રજ્ઞાચક્ષુ યુવતીએ UPSC ની પરીક્ષા આપી - Divya Bhaskar

વલસાડના ઉદવાડાની યુવતીએ પ્રજ્ઞાચક્ષુ યુવતીએ UPSC ની પરીક્ષા આપી

સમગ્ર રાજ્યમાં આજે UPSCની પરીક્ષા યોજાઈ હતી. સુરતમાં 49 હજારથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી ત્યારે વલસાડની ઉદવાડા ગામની પ્રજ્ઞાચક્ષુ યુવતી સુરતમાં પરીક્ષા આપવા આવી હતી. યુવતીએ તેના અંત:ચક્ષુથી UPSCની પરીક્ષા આપી હતી. યુવતીએ UPSCની પહેલી જ પરીક્ષાની ટ્રાય આપી છે ત્યારે આજના પેપર પરથી તેણે આ પરીક્ષા પાસ કરી લેશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યકત કર્યો છે અને પોતાનું IAS બનવાનું સપનું સાકાર થશે તેવો આત્મવિશ્વાસ બતાવ્યો હતો.

પ્રજ્ઞાચક્ષુ યુવતીએ UPSCની પરીક્ષા આપી
સમગ્ર રાજયમાં આજે IAS,IPS અને ક્લાસ વન અધિકાર બનવા ઇચ્છતા વ્યક્તિઓ માટે UPSCની પરીક્ષા યોજાઈ હતી ત્યારે સુરત ખાતે પણ આ પરીક્ષા માટેનું આયોજન કરાયું હતું. વલસાડ જિલ્લાની ઉદવાડા ગામની યુવતીમાં UPSCની આ પરીક્ષાને લઇ અજીબ ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉદવાડા ગામમાં રહેતી રીના સુરેશભાઈ પટેલ નામની યુવતી જન્મથી પ્રજ્ઞાચક્ષુ છે અને તેને નાનપણથી IAS અધિકારી બનવાનું સપનું છે ત્યારે આ યુવતી આજે UPSCની પરીક્ષા આપવા ઉદવાડાથી સુરત આવી હતી.

અંત:ચક્ષુથી યુવતી UPSCની પરીક્ષા આપી
વલસાડ જિલ્લો ખૂબ જ અંતરિયાળ એવા ઉદવાડા ગામમાં રહેતી રીના પટેલ જન્મથી અંધ છે ત્યારે યુવતીએ અત્યાર સુધી તેની આ ખામીને અવરોધ આપી ખૂબ જ મહેનત સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને હવે તે ઉચ્ચ સરકારી અધિકારી બનવા માટે મહેનત કરી રહી છે. આજે યોજાયેલ UPSCની પરીક્ષા માટે તેણે ફોર્મ ભર્યું હતું અને સુરતના અઠવાલાઈન્સ ખાતે આવેલ વનિતા વિશ્રામ શાળામાં પરીક્ષા આપવા નંબર આવ્યો હતો ત્યારે પ્રજ્ઞાચક્ષુ રીના પટેલે ખૂબ જ ઉત્સાહ સાથે આ પરીક્ષા આપવા સુરત આવી હતી.

મને વિશ્વાસ છે, હું UPSCની પરીક્ષા પાસ થઈ જઈશ
પરીક્ષા પૂર્ણ થયા બાદ પ્રજ્ઞાચક્ષુ રીના પટેલે જણાવ્યું હતું કે, UPSCની પરીક્ષા માટે છેલ્લા ઘણા સમયથી તૈયારી કરતી હતી. UPSCની પરીક્ષા પાસ કરી ઉચ્ચ સરકારી અધિકારી બનવું છે. મારી આજની આ પરીક્ષા ખૂબ જ સારી ગઈ છે. મે પહેલી વખત જ UPSCની ટ્રાય આપી છે. મારી આજની પરીક્ષા ખૂબ જ સારી ગઈ છે એટલે મને વિશ્વાસ છે કે, હું મારી પહેલી વખતની UPSCની ટ્રાયમાં જરૂરથી પાસ થઈ જઈશ.

મેથ્સ વિષય થોડો અઘરો લાગ્યો
રીના પટેલે જણાવ્યું હતું કે, આજના આ પેપરમાં જુદા-જુદા વિષયો પર પ્રશ્નો પુછાયા હતા. ક્રિકેટ, સાંસદ ભવન, જમીન, મેથ્સ જેવા અન્ય ઘણા વિષયો પર પ્રશ્નો પૂછ્યા હતા. આમ, તો તમામ વિષય સહેલા મને સહેલા જ લાગ્યા હતા પરતું, બ્લાઈન્ડ છું એટલે મને મેથ્સ થોડું અઘરું લાગ્યું હતું.

સુરતમાં 16 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી
UPSC પ્રિલિમનરીની યોજાયેલી પરીક્ષામાં આજે સુરત સેન્ટરમાં પરીક્ષા માટે 16 કેન્દ્રોમાં આયોજન કરાયું હતું.16 પરીક્ષા કેન્દ્રોમાં 4918 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. જેમાં સવારે જનરલ સ્ટડી અને બપોરે એપ્ટીટ્યુડ ટેસ્ટનું પેપર રાખવામાં આવ્યું હતું. આ પરીક્ષા સુરત, અમદાવાદ અને રાજકોટ ખાતે યોજાઇ હતી. સુરત ખાતે આ પરીક્ષા આપવા દૂર-દૂર થી ઉમેદવારો આવ્યા હતા.