ભરૂચ13 મિનિટ પહેલા
- કૉપી લિંક
- દહેજથી મુલેર જવાના માર્ગ પર યુવતીના મોત બાદ અન્ય વાહનો ફરી વળ્યાં
મુલેરથી દહેજને જોડતાં માર્ગ પર આવેલાં અલાદર ગામ પાસે રોડની સાઇડમાં એક યુવતિનો કચડાઇ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસને થતાં ટીમે સ્થળ પર દોડી આવી મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે વાગરા આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યો હતો. બનાવ અંગે વાગરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાગરા તાલુકામાં આવેલાં મુલેરથી દહેજ તરફ જવાના રોડ પર અલાદર ગામ પાસે વહેલી સવારે એક મહિલાનો અકસ્માતથી મૃત્યુ થઇને પટકાતાં તેના પરથી અન્ય વાહનો પસાર થઇ ગયાં હોઇ વિકૃત થઇ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પાસે કાગડા મંડરાઇ રહ્યાં હોઇ નજીકમાં જ આવેલાં મહાવીર સોલ્ટ પાસે દુકાન ધરાવતાં સુરેશ નામના યુવાને તુરંત ગામના સરપંચને ઘટનાથી વાકેફ કર્યાં હતાં. તેઓએ સ્થળ પર આવી લાશને ઢાંકી પોલીસને બનાવ અંગેની જાણ કરી હતી.
પોલીસ કાફલો પણ તુરંત સ્થળ પર ધસી આવ્યો હતો. પોલીસે મૃતકના દેહને તુરંત પોસ્ટમોર્ટમ માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. ઉપરાંત અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી મૃતકની ઓળખ મેળવવાની કવાયત હાથ ધરી હતી. પ્રાથમિક તબકકે યુવતીનું અકસ્માતમાં મતો થયું હોય તેમ લાગી રહયું છે પણ ઓળખ થયા બાદ વધુ વિગતો બહાર આવશે.
ઓળખ મેળવવા આસપાસના ગામોમાં તપાસ શરૂ કરવામાં આવી
અકસ્માતમાં મોતને ભેંટેેલી યુવતિ આસપાસના ગામની હોવાની શક્યતાઓ વચ્ચે પોલીસની એક ટીમે આસપાસના ગામોમાં તેમજ અગરમાં તપાસ શરૂ કરી હતી. ગામના સરપંચો તેમજ આગેવાનો સાથે પણ પોલીસ દ્વારા મુલાકાતની કવાયત હાથ ધરી છે.