ભરૂચ7 કલાક પહેલા
- કૉપી લિંક

ભરૂચના જુના નેશનલ હાઇવે ઉપર ગોલ્ડન પામ સોસાયટી પાસે બોલેરો ગાડીનું ટાયર ફાંટતા ગાડી કાંસમાં ખાબકતા ત્રણથી વધુ લોકોને ઈજાઓ પહોંચ હતી.
ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર વાહનોની સંખ્યા વધતા અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે પુરપાટ ઝડપે દોડતા વાહનોને પગલે અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે આજરોજ એક બોલેરો ગાડીનો ચાલક અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપરથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન ગોલ્ડન પામ સોસાયટી પાસે અચાનક ગાડીનું ટાયર ફાંટતા ગાડી બાજુમાં આવેલ કાંસમાં પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ત્રણથી વધુ લોકોને ઈજાઓ થતા રાહદારીઓએ ઈજાગ્રસ્તોને બહાર કાઢી ૧૦૮ સેવાની મદદ વડે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.અકસ્માત અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.