સુરત32 મિનિટ પહેલા
- કૉપી લિંક

સુરતના હજીરામાં તળાવમાં ડૂબી જતા બે સગી બહેનોના મોત થયા હોવાની ચકચારીત ઘટના બની છે. બે સગી બહેનોના મોત થવાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તો પરિવાર સહિત સમગ્ર વિસ્તારમમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાની જાણ પોલીસને થતા હજીરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી બંને બહોનોનો મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
રમતા રમતા નજીકના તળાવમાં બંને બહેનો ડૂબી ગઈ
સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન વધુ એક ઘટના સામે આવી છે. હજીરા વિસ્તારમાં આવેલ AMNS ટાઉનશીપની અંદર આવેલ તળાવમાં બે છ વર્ષની અને નવ વર્ષની બે સગી બહેનો ડૂબી જતા મોતની ભેટી છે. ટાઉનશિપમાં ઘર બહાર બંને બહેનો બહાર રમવા ગઈ હતી. રમતા રમતા નજીકના તળાવમાં બંને બહેનો ડૂબી ગયો હોવાની ઘટના બની છે.

ઘરે પરત ના આવતા પરિવાર શોધખોળ શરૂ કરી હતી
આ બનાવ અંગે મળતી વિગત મુજબ ઘટનામાં છ વર્ષની રેણુપ્રિયા મહેન્દ્ર વેરાઈદમ અને નવ વર્ષની કીગુલવેની મહેન્દ્ર વેલાઈદમ નું તળાવમાં ડૂબી જતા મોતને ભેટી છે. બંને બાળકી ઘર નજીક રમવા ગઈ હતી ત્યારબાદ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવાર દ્વારા બંનેની શોધખોળ કરવામાં આવી હતી.ત્યારે શોધખોળ બાદ બંને બાળાઓ AMNS કંપનીના ટાઉનશીપમાં આવેલ તળાવમાંથી મૃત હાલતમાં મળી આવી હતી.

પરિવાર દ્વારા તાત્કાલિક સારવાર માટે ખસેડાઇ
પરિવાર અને ટાઉનશીપના સ્થાનિકો દ્વારા બંને બાળાઓને તળાવમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ બંને બાળાઓને મૃત જાહેર કરી હતી.
પરિવાર શોકમાં ગરકાવ
બંને સગી બાળ બહેનો તળાવમાં ડૂબી જવાથી મોતને ભેટતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું. બાળકીના પિતા હજીરામાં આવેલ AMNS કંપનીમાં નોકરી કરે છે અને પત્ની અને બે બાળકી સાથે કંપનીના ટાઉનશિપમાં જ ઘણા વર્ષોથી રહે છે. ત્યારે પરિવારની બંને દીકરી એક સાથે મોતને ભેટતા પરિવાર સહિત ટાઉનશીપના સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
હજીરા પોલીસે તપાસ હાથ ધરી
ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ બંને બાળા મોતને ભેટતા ઘટનાની જાણ હજીરા પોલીસને કરાઈ હતી. આ બનાવ અંગે પોલીસને જાણ થતા હજીરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હજીરા પોલીસે બંને બહેનોના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા.પોલીસે બંને બાળકીના મૃતદેહનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.