ગીરગઢડાના રસુલપરા ગામે બન્ને ખેતરમાં કામ કરી રહ્યા હતા; ઈજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડાયા; ખૂંખાર દીપડો ગણતરીની કલાકોમાં કેદ | Both were working in the field at Rasulpara village in Girgarhda; The injured were shifted for treatment; Hoofed leopard captured in a matter of hours | Times Of Ahmedabad

ઉના5 કલાક પહેલા

  • કૉપી લિંક

ગીરજંગલ બોર્ડર નજીક આવેલ સીમ વાડી વિસ્તારમાં વન્યપ્રાણી અવાર નવાર આવી ચઢતા હોય છે. ત્યારે ગીરગઢડાના રસુલપરા ગામ ગીરજંગલ બોર્ડ નજીક આવેલ હોય આ ગામની સીમમાં ખેતી ધરાવતા ખેડૂત રામજી ભીમાભાઇ બલદાણીયા તેમજ લગર ખીમાભાઇ કલસરીયા બપોરના સમયે પોતાના ખેતરમાં આવેલ મકાન પાસે વડલા નીચે સુતા હતા. ત્યારે અચાનક દીપડો આવી ચઢતા પ્રથમ લગરભાઇ પર હુમલો કરતા રામજીભાઇએ હાકલા પડકારો કરતા તેના પર પણ દીપડાએ હુમલો કરી દેતા બન્ને રાડારાડ કરવા લાગ્યા હતા અને દીપડો ત્યાંથી નાશી છુટ્યો હતો.

દીપડાએ હુમલો કરતા બન્નેને માથામાં, હાથ પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને તેમજ આજુબાજુના લોકોને થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયેલા અને બન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલીક બાઇક પર બેસાડી ગીરગઢડા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની જાણ વનવિભાગને કરાતા જશા રેન્જના આરએફઓ એલ.બી. ભરવાડ સહિતનો ફોરેસ્ટ સ્ટાફ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયેલા અને આ વિસ્તારમાં પાંજરૂ ગોઠવી દેવામાં આવ્યું હતું.

જોકે હુમલાની ઘટનાની ગણતરીની કલાકોમાં જ ખૂંખાર દીપડો પાંજરામાં કેદ થઇ ગયેલો હતો. જેથી આ વિસ્તારના ખેડૂતોમાં ભય ફેલાઇ ગયેલો. સાથે દીપડો પાંજરે પુરાતા રાહતનો શ્વાસ પણ લીધો હતો. ખૂંખાર દીપડાને જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલો છે.