ભાઈ, ભાભીને સ્થાનિકોએ બચાવી લીધા; યુવાન ડૂબી જતા હજુ લાપતા; પરિવાર ચિંતિત બન્યો | Brother, sister-in-law were rescued by locals; Young drowning still missing; The family became worried | Times Of Ahmedabad

નર્મદા (રાજપીપળા)5 કલાક પહેલા

  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં શનિ અને રવિવારની રજામાં ઘણા પ્રવાસીઓ અને ભક્તો આવતા હોય છે. જેમાં શનિવારે વડોદરાનાં વાઘોડિયાથી આવેલા સાત આઠ વ્યક્તિઓ પોઇચા મંદિરે દર્શન કરતા પહેલા નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા હતા. જેમાં 27 વર્ષીય યુવાન સની ગણપતલાલ બારોટ અને તેના ભાઈ ભાભી અચાનક નદીમાં આવેલા વ્હેણમાં ખેંચાઈ ગયા બાદ બૂમાબૂમ કરતા નજીકમાં રહેલા નાવડી વાળાએ મદદ આપી ભાઇ અને ભાભીને બહાર કાઢ્યા હતી. પરંતુ સનીને બહાર કાઢે તે પહેલાજ પાણીનાં વ્હેણમાં ખેંચાઈ જતા બરોડાથી આવેલા પરિવારમાં ગમગીની ફેલાઈ હતી.

જોકે સ્થાનિક તરવૈયાએ સનીને શોધવા માટે સાંજ સુધી ઘણી જહેમત ઉઠાવી છતાં સાંજે સાત વાગ્યા સુધી તેની ક્યાંયે ભાળ નહિ મળતા પરિવાર ચિંતિત બન્યો છે. ત્યારબાદ અંધારું થઈ જતાં હવે રવિવારે સવારે સનીની વધુ શોધખોળ કરાશે. ઘટનાની જાણ થતાં રાજપીપળા પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી.