- Gujarati News
- Local
- Gujarat
- Kutch
- The East Kutch Police Chief Held A Crime Conference To Strengthen The Bridge Between The BSF And The Police Along The Border
કચ્છ (ભુજ )11 મિનિટ પહેલા
- કૉપી લિંક

વાગડ વિસ્તારના રાપર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચાર દિવસ સુધી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ ઇન્સ્પેક્શન હાથ ધરી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં જુદા જુદા ગામોની મુલાકાત લઈ લોક સંવાદ કર્યો હતો.

રાપરના ફતેહગઢ ગામે લોક દરબાર યોજી ભુકંપમાં ધ્વસ્ત આઉટ પોસ્ટનું મકાન બનાવવા અને પોલીસ મથક સ્ટાફ વધારવા સહિતના પ્રશ્નો સાંભળ્યા હતા. તો લોદ્રાણી-કુડા નજીકના પાકિસ્તાન સરહદ પાસેના ઝીરો પોઇન્ટ ખાતે તહેનાત BSFના અધિકારીઓ સાથે સુરક્ષાને લઈ બેઠક યોજી હતી જ્યાં ફોર્સ અને પોલીસ વચ્ચેનું સંકલન વધુ મજબૂત કરવાની ચર્ચા કરી હતી.
પૂર્વ કચ્છ પોલીસ વડાએ રાપર તાલુકાના સરહદી લોંદ્રાણી કુડા પાસેના આઝાદી પહેલાંના માર્ગે પાકિસ્તાન બોર્ડર પાસે આવેલા જીરો પોઇન્ટ ખાતે બીએસએફના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે સુરક્ષા સેતુ અન્વયે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન દેશની સુરક્ષાને લઈ વિષેસ ચર્ચાઓ કરવામાં આવી હતી અને BSF તથા પોલીસ વચ્ચે સંપર્ક સૂત્ર મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ વેળાએ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, બાલાસર પીએસઆઇ ડી એલ ખાચર, ખીમજીભાઈ ફોફલ, બીએસએફના આસીસ્ટન્ટ કમાન્ડર અનુજ કુમાર, આસીસ્ટન્ટ કમાન્ડર ચંદ્રારામ, ઈન્સ્પેક્ટર સુધાકર તિવારી, કે. એસ. દલાલ, ડી. બી થાપા, ઘનશ્યામસિંહ ગુરખા, હરપાલસિંહ રાણા વિગેરે જોડાયા હતા.