પાટણના જુનાગંજ બજારમાં મહિલાની થેલીમાથી ગઠીયો રોકડ અને દાગીના સેરવી ફરાર | Cash and jewelry stolen from woman's bag in Junaganz market in Patan | Times Of Ahmedabad

પાટણ9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ શહેરમાં લગ્નસરાની સિઝન પુર બહારમાં ખીલી છે. ત્યારે બહારગામથી લગ્ન પ્રસંગે તેમજ ખરીદી અર્થે પાટણ શહેરમાં અનેક લોકો પરિવાર સાથે આવતા હોય છે. ત્યારે આ લગ્નની ખરીદીની ભીડનો લાભ ઉઠાવી કેટલાક ગઠિયાઓ સક્રિય બન્યા હોય ખરીદી અર્થે આવતા લોકોનું ધ્યાન અન્યત્ર ખેંચી આવા ગઠીયાની ટીમ સિફત પૂર્વક રીતે પોતાનો કસબ અજમાવી દર દાગીના અને રોકડ રકમ સેરવી ફરાર બનતા હોવાના કિસ્સાઓ પ્રકાશ મા આવી રહ્યા છે.

ત્યારે શનિવારે ભાવનગર થી પાટણનાં મુલ્લાવાડમાં લગ્ન પ્રસંગે આવેલ હમિદાબેન જયરૂદ્દીન કાજી બપોરે પોતાની દિકરીઓ સાથે પાટણનાં બજારમાં ખરીદી માટે નિકળ્યા હતા અને ખરીદી કરી જુનાગંજ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા હમિદાબેન પાસે રહેલી થેલીમાંથી રોકડ રકમ રૂ. 2300 અને સોનાનું ઝુમર, કડી જેવા દાગીના સિફત પૂવૅક રીતે સેરવી ફરાર થઈ ગયા હતા.

જયારે બનાવની જાણ થતાં હમિદાબેન કાજીને થતાં તેઓ હાફળા-ફાફળા બની ગયા હતા. એ ડિવિઝન પોલીસ મથકે આવી સધળી હકીકત જણાવતા એ ડિવિઝન પીઆઈ આર.એમ. પરમારે તાત્કાલિક ડી. સ્ટાફનાં માણસોને જુનાગંજ વિસ્તારમાં તપાસ માટે મોકલી વિસ્તારનાં સીસીટીવી ફૂટેજ મેળવી આ શાતીર શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હતા.

પાટણ શહેરમાં લગ્ન સરાની સિઝનને લીધે બજારમાં લોકોની ભારે ભીડ રહેતી હોય. જેનો કેટલાક ગઢીયાઓ લાભ ઉઠાવી રહ્યા છે ત્યારે પોલીસે પણ શહેરનાં ભરચક વિસ્તારોમાં ખાનગી વોચ ગોઠવી આવા તત્વો ને ઝડપે તેવી માગ ઉઠવા પામી છે.

Previous Post Next Post