રાજકોટમાં ચોરી કેસમાં પોલીસે CCTVના આધારે બે આરોપીની ધરપકડ કરી, પોલીસ કસ્ટડિમાં એકે તિક્ષ્ણ હથિયાર વડે આત્મહત્યા કરી | Police arrested two accused on the basis of CCTV in theft case in Rajkot, one in police custody committed suicide with a sharp weapon | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Police Arrested Two Accused On The Basis Of CCTV In Theft Case In Rajkot, One In Police Custody Committed Suicide With A Sharp Weapon

રાજકોટ2 કલાક પહેલા

  • કૉપી લિંક
જમણી બાજુ આપઘાત કરનાર અનિલ - Divya Bhaskar

જમણી બાજુ આપઘાત કરનાર અનિલ

રાજકોટના મોટા મવા એટલાન્ટિયા ગાર્ડન બ્લોક નંબર 302માં રહેતા પ્રકાશભાઇ મોહનભાઇ ટીલવા (ઉ.વ. 58)ની રાજપૂતપરા મેઈન રોડ ઉપર દિપક એન્ડ કંપનીમાંથી અલગ અલગ સેનેટરીવેર અને બાથ ફિટિંગનો માલ સામાન અંદાજીત 1,82,040ની ચોરી થતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે બે શખસોને ઝડપી લઈ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, કસ્ટોડિયલ દરમિયાન અનિલ ચારોલીયાએ તિક્ષ્ણ હથિયાર વડે ગળામાં ઇજા પહોંચાડી આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કસ્ટોડિયલ દરમિયાન આપઘાત કર્યો
રાજકોટ એ ડિવિઝન પોલીસે ઘરફોડ ચોરી ફરિયાદ અંગે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરી આજ રોજ અનિલ ચારોલીયા અને વિક્કી તરેટિયાની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલો તમામ મુદામાલ કબજે કરી તપાસ હાથ ધરી હતી. જોકે, આજે સાંજના સમયે કસ્ટોડિયલ દરમિયાન અનિલે ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે જાતે હુમલો કરી આત્મહત્યા કરી લેતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

દુકાનમાં માલ સામાન વેર વીખેર
ગઇ તા.20.05.2023ના રાત્રિના ફરિયાદી અને તેનો દીકરો દુકાને હતા અને ત્યારબાદ બન્ને દુકાન બંધ કરી ધરે જતા રહ્યા અને બાદ તા.21.05.2023ના રવિવાર હોવાથી દુકાન બંધ રહેતા તા.22.05.2023ના રોજ સવારના ફરિયાદી તથા તેનો દીકરો દુકાને આવ્યા ત્યારે દુકાનનું શટર બંધ હતુ. દુકાનના તાળા ખોલી અંદર જઇ જોયું તો દુકાનમાં રાખેલો સેનેટરી વેર અને બાથ ફિટિંગનો માલ સામાન વેર વીખેર હાલતમાં પડ્યો હતો.

સેનેટરી વેર અને બાથ ફિટિંગના માલની ચોરી
જેથી દુકાનના પહેલા માળે ગયા અને જોયું તો બારી તુટેલી હાલતમાં હતી. દુકાનમા રહેલી સેનેટરી વેર અને બાથ ફિટિંગનો માલ સામાન જોતા વેર વીખેર હાલતમાં પડ્યો હોય જેથી ચોરી થયાની શંકા જતા દુકાનમાં સેનેટરી વેર અને બાથ ફિટિંગનો માલ સામાન ચેક કરી જોતા જેમા અલગ અલગ ચીજ વસ્તુઓ મળી કુલ 1,82,040નો સેનેટરી વેર અને બાથ ફિટિંગનો માલ સામાન દુકાનમા ઓછો જોવામાં આવ્યો હતો. આ ઉપરોકત સેનેટરી વેર અને બાથ ફિટિંગની ચીજ વસ્તુઓની કોઇ ચોર ચોરી કરી લઇ ગયો હોવાની જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

أحدث أقدم