છોટા ઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ કહ્યું- જ્યાં વ્યવસ્થિત કામગીરી નહીં થઇ હોય ત્યાં ફરી કામગીરી કરાવીશું | Chhota Udepur MP Gitaben Rathwa said - We will do the work again where the orderly work has not been done | Times Of Ahmedabad

છોટા ઉદેપુર25 મિનિટ પહેલા

  • કૉપી લિંક

છોટા ઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ આજરોજ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જીલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત એજન્સીઓએ વ્યવસ્થિત કામગીરી ન કરી હોય તેની માહિતી મળશે ત્યાં તપાસ કરાવવાની વાત કરી છે.

આજરોજ છોટા ઉદેપુર સર્કિટ હાઉસ ખાતે વિશેષ જન સંપર્ક અભિયાન અભિયાન હેઠળ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં છોટા ઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ જીલ્લામાં ચાલી રહેલી નલ સે જલ યોજનાના કામમાં એજન્સીઓ દ્વારા વ્યવસ્થિત કામગીરી ન થઈ હોવાની માહિતી મળી હોવાની અને તે અંગે તપાસ કરાવવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે નલ સે જલ યોજના અંતર્ગત એજન્સીઓએ વ્યવસ્થિત કામ નથી કર્યું, આની અમે તપાસ શરૂ કરી છે. ધારાસભ્ય, સંગઠન, જીલ્લા પંચાયત આ તમામ તપાસ શરૂ કરીને જ્યાં અમને લાગશે કે કામ સારું નથી થયું ત્યાં ફરીથી કરાવવામાં આવશે અને જ્યાં ટાંકીનો પ્રશ્ન હશે ત્યાં ટાંકી પણ બનાવવા પ્રયત્નશીલ છીએ.આ કામ વ્યવસ્થિત થાય અને બધાયને પાણી મળે એના માટે અમે કામગીરી કરી રહ્યા છે.

મહત્વની વાત એ છે હાલ છોટા ઉદેપુર જીલ્લો પાણી માટે તરસે મારી રહ્યો છે અંતરિયાળ વિસ્તારમાં વાસ્મો એજન્સી દ્વારા કરાવવામાં આવેલ હલકી કક્ષાના કામને લઇને પાણીની કૃત્રિમ તંગી ભોગવી રહ્યો છે. જેનો ભોગ જીલ્લાની જનતા બની રહી છે.

Previous Post Next Post