- Gujarati News
- Local
- Gujarat
- Morbi
- A Child Who Was Sleeping In A Factory On The Outskirts Of Morbi’s Bela Village Was Crushed By A Truck Driver And Died After Falling From The Roof Of The Factory.
મોરબી25 મિનિટ પહેલા
- કૉપી લિંક
મોરબીના બેલા ગામની સીમામાં આવેલ સિરામિક ફેક્ટરીમાં ઓફિસની બહાર શ્રમિકો સુતા હતાં. ત્યારે મોડી રાત્રીના સમયે ટ્રક મેટાડોરના ચાલકે બેદરકારીથી ટ્રક ચલાવી સુતેલ માતા અને પુત્રને કચડી નાખ્યા હતા. જે અકસ્માતમાં અઢી વર્ષના માસૂમનું મોત થયું હતું. તો માતાને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બીજા બનાવમાં મોરબીના બહાદુરગઢ ગામના પાટિયા નજીક આવેલ કારખાનાની છત પરથી નીચે પડી જતા શ્રમિક યુવાનને ગંભીર ઈજા પહોંચતા કરુણ મોત થયું હતું. જે બનાવને મામલે તાલુકા પોલીસ ટીમે વધુ તપાસ હાથ ધરી છે.
માહિતી મુજબ બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન મંદિર નજીક આવેલ વીવીયાના વિટ્રીફાઈડ ફેકટરીમાં ગત રાત્રીના બારેક વાગ્યાના આસપાસ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારખાનાના ગ્રાઉન્ડમાં ઓફિસ બહાર શ્રમિકો સુતા હતા. ત્યારે ટ્રક ચાલકે સુતેલા મજુરોને કચડી નાખ્યા હતા. જે અકસ્માતમાં મૂળ ઝારખંડના વતની શ્રમિક પરિવારના અઢી વર્ષના રાજેન વીરસિંગભાઈ બીરવા નામના બાળકનું કરુણ મોત થયું હતું અને તેની માતા બલમાંબેન વીરસિંગભાઈ બીરવાને ઈજા પહોંચી હતી. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. જે બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી છે.
બીજા બનાવમાં બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી માળિયા હાઈવે પર આવેલ બહાદુરગઢ ગામના પાટિયા પાસે આવેલ નેકસ્ટો માઈક્રોન નામના કારખાનામાં મજુરી કરતા દાનાભાઈ વિરાભાઈ ચેતરીયા નામના યુવાનનું કારખાનાની છત પરથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. બનાવને પગલે મોરબી તાલુકા પોલીસની ટીમ દોડી ગઈ હતી. મૃતદેહનું પીએમ કરવાં હોસ્પિટલ ખસેડાયો છે અને અકસ્માતમાં મૃત્યુની નોંધ કરી મોરબી પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.