વલસાડ27 મિનિટ પહેલા
- કૉપી લિંક
વલસાડ શહેરના તિથલ રોડ સહિત શહેરના મુખ્ય માર્ગો ઉપર સાંજના સમયે ફૂટપાટ ઉપર રેકડી લગાવી ખાણીપીણીનો સામાન વેંચતા લારી સંચાલકો તેમના ગ્રાહકો પાસે યોગ્ય પાર્કિંગ ન કરાવતા હોવાથી ટ્રાફિક સમસ્યા વધી રહી છે. જેને લઈને વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર સીટી પોલીસ દ્વારા ટ્રાફિકને નડતર રૂપ વાહન પાર્ક કરતા વાહન ચાલકોને ટ્રાફિકન અને કાયદાના પાઠ ભણાવવાની જુમ્બેશ હાથ ધરવામાં આવી છે. ટ્રાફિકન નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે FIR નોંધાઇ હતી. સાથે દુકાનદારો દ્વારા વાહન પાર્કિંગની જગ્યાઓમાં દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવતા દુકાનદારો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વલસાડ શહેરના તિથલ રોડ સહિત શહેરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકને નડતરરૂપ વાહન પાર્ક કરી ટ્રાફિક વ્યવસ્થા ખોરવતા વાહન ચાલકો સામે વલસાડ સીટી પોલીસે વાહન ચાલકોને ટ્રાફિક ના નિયમોના પાઠ ભણાવવા ઝુંબેશ હાથ ધરી છે. જેને લઈને આજે મોડી સાંજે તિથલ રોડ સહિત શહેરના મુખ્ય માર્ગો ઉપર ફૂટપાટ ઉપર લારી લગાવી વેપાર ધંધો કરતા, અને તેમના ગ્રાહકો ટ્રાફિકને અવરોધ રૂપ વાહન પાર્ક કરી ખાણીપીણીની લિજ્જત મારતા હોય છે. જેને લઈને વલસાડ સીટી પોલીસે ટ્રાફિકને અવરોધ રૂપ વાહન પાર્ક કરતા વાહન ચાલકો સામે ઝુંબેશ હાથ ધરી છે. આવા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોના પાઠ ભણાવવા શહેરના મુખ્ય માર્ગો ઉપર સીટી પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. શહેરના તિથલ રોડ સહિત અલગ અલગ મુખ્ય માર્ગો ઉપર પેટ્રોલિંગ હાથ ધરી, ટ્રાફિકને નડતરરૂપ વાહન પાર્ક કરતા વાહન ચાલકો સામે ટ્રાફિક ના નિયમોના ભંગ કરવા બદલ FIR નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ફૂટપાટો ઉપર દબાણ કરતા દુકાનદારો અને લારી સંચાલકો સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. જેને લઇ ટ્રાફિક ના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.