Tuesday, May 23, 2023

વડોદરાના સાવલીના મુવાલ રોડ ઉપર બાઇક ઉપર સ્ટન્ટ કરતા બે યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ | A clash between two youths doing stunts on bikes and the police on Muwal Road in Savli, Vadodara | Times Of Ahmedabad

વડોદરા10 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પોલીસના મારનો ભોગ બનેલ યુવાન - Divya Bhaskar

પોલીસના મારનો ભોગ બનેલ યુવાન

સાવલી તાલુકાના મુવાલ ગામ પાસે જાહેર માર્ગ ઉપર મોટર સાઇકલ ઉપર સ્ટન્ટ કરતા પસાર થઇ રહેલા બે યુવાનોને પોલીસે ઠપકો આપતા યુવાનોએ પોલીસ સાથે ઉદ્ધતાઇ ભર્યું વર્તન કર્યું હતું. દરમિયાન આ બનાવ અંગે પોલીસ જવાને સાવલી પોલીસ મથકમાં બંને યુવાનો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી બાજુ યુવાનોએ વાઘોડિયાના પોલીસ જવાન અને સાવલી પોલીસ મથકના બે જવાનોએ ખોટી રીતે માર માર્યો હોવાનો આક્ષેપ કરતા ચકચાર મચી ગઇ છે.

પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ
ગામ લોકો અને પોલીસ જવાનોનો ભોગ બનેલા યુવાનોએ પોલીસ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આજે વાઘોડિયા પોલીસ મથકના એક પોલીસ જવાન જિતેશ બાવડીયા કોર્ટના કામ અર્થે સમન્સ લઈને પુરપાટ ઝડપે જરોદ સમલાયા થઈને વિસનગરથી સાવલી તરફ જતા હતા. ગફલત ભરી રીતે અને પુરપાટ બાઇક હંકારતા પોલીસ જવાન દ્વારા રસ્તા પરથી પસાર થતા બે બાઇક ચાલક પાસેથી અકસ્માત સર્જાય તે રીતે વાહન દોડાવ્યું હતું. જેથી વિસનગરના કાર્તિક પટેલ અને અન્ય એક યુવાને બાઇક સવાર પોલીસ કર્મી જિતેશ બાવડીયાને ટોકતા પોલીસ જવાને બાઇક પરથી ઉતરી કાર્તિક પટેલ સહિત બંને યુવકોને માર માર્યો હતો. જેથી કાર્તિક પટેલે સાવલી પોલીસને જાણ કરતા સાવલી પોલીસના બે પોલીસ જવાનો ઘટના સ્થળે આવીને કોઈ પણ વાત જાણ્યા વિના એમના પોલીસ બંધુનું ઉપરાણું લઈને બંને યુવાનોને જાહેર માર્ગ પર ગડદા પાટુનો માર માર્યો હતો. અને બંને યુવાનોને સાવલી પોલીસ મથકમાં લઇ ગયા હતા.

ગામ લોકોએ યુવાનોની ફરિયાદ લેવા માંગણી કરતા સુત્રોચ્ચાર કર્યા

ગામ લોકોએ યુવાનોની ફરિયાદ લેવા માંગણી કરતા સુત્રોચ્ચાર કર્યા

જિલ્લા પોલીસ વડાને રજૂઆત
દરમિયાન આ ઘટનાની જાણ સાવલી ગામમાં થતા સાવલી ગામના આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા હતા અને વાઘોડિયા તેમજ સાવલી પોલીસ મથકના જવાનો વિરુધ્ધ ફરિયાદ લેવા રજુઆત કરી હતી. પોલીસે ફરિયાદ લેવાનો ઇન્કાર કરતા મામલો વધુ ગરમાયો હતો. ગામ લોકોએ પોલીસ મથકની બહાર પોલીસ વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. સાવલીના આગેવાન હસમુખ પટેલે જિલ્લા પોલીસ વડાને સમગ્ર ઘટના અંગે રજુઆત કરી હતી. આ બનાવને પગલે નગરમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

પોલીસ ઉપર ખોટા આક્ષેપ કરાયા
આ બનાવ અંગે PSI એ. એમ. કામડિયાએ જણાવ્યું હતું કે, વાઘોડિયાથી સમન્સ આપવા જતા પોલીસ જવાને આ બંને યુવકોને રોડ પર સ્ટંટ કરતા જોયા હતા. જેથી તેઓને ઠપકો આપતા યુવાનોએ સામો જવાબ આપ્યો હતો અને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. જે બાદ સાવલી પોલીસના જવાનો પણ ઘટના સ્થળે પહોંચતા તેઓ સાથે હાથપાઈ કરી હતી. આ ઘટનામાં વાઘોડિયા પોલીસના પોલીસ જવાન જિતેશ બાવડીયાની ફરિયાદને આધારે IPC 332,394ક,506/2,114 મુજબ ગુન્હો દાખલ કરેલો છે. બંને યુવકો દ્વારા પોલીસ પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

Related Posts: