મોરબી12 મિનિટ પહેલા
- કૉપી લિંક
મોરબી તાલુકાના જુના મકનસર ગામમાં જૂની અદાવતનો ખાર રાખી બે પક્ષ વચ્ચે મારામારી થવા પામી હતી. જે બનાવ મામલે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ સંગીતાબેન પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, રાત્રીના બે ઈસમો મોટરસાયકલ લઈને આવ્યા હતા. જેને ફરિયાદીના પતિ નીતિન ક્યાં છે. પૂછતાં એ ઘરે આવેલા નથી કહેતા પતિને ફોન કરી બોલાવ્યા હતા. તે વખતે રફાળેશ્વર ગામના ચંદ્રેશભાઈ અને તેની સાથે ભાવેશ આવેલા હતા. બંને ઇસમોએ ફરિયાદીના પતિ સાથે બોલાચાલી કરી ગાળો બોલી આરોપી ચંદ્રેશ ઉશ્કેરાઈ જઈને લોખંડની પાઈપ વડે પતિને માર માર્યો હતો. ત્યારે લોકો ભેગા થઇ જતા વચ્ચે પડી મહિલાના પતિને છોડાવ્યા હતા અને બંને ઈસમો ભાગી ગયા હતા.
જ્યારે સામાપક્ષે ભાવેશ મુછ્ડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, રાત્રીના પોણા અગિયાર વાગ્યે તે પોતાના ઘરે હોય ત્યારે તેના ભાઈ મહેશનો મોબાઈલ તેની પાસે હતો. જેમાં ચંદ્રેશ સોલંકીનો ફોન આવ્યો હતો. જેણે જણાવ્યું હતું કે, તું સોલંકી પાને આવ કહેતા ફરિયાદી ભાવેશ ત્યાં ગયો હતો. રફાળેશ્વર ગામમાં રામામંડળ હોય તે જોવા જતો હતો. ત્યારે સોલંકી પાન પાસે ચંદ્રેશ ભેગા થઇ જતા તેને જાણ કરી હતી. મકનસર ગામના નીતિન પરમાર સાથે માથાકૂટ થઇ છે. તું મારી સાથે આવ જેથી ફરિયાદી અને ચંદ્રેશ મકનસર ગામે નીતિન પરમારના ઘરે ગયા હતા.
ત્યારે ચંદ્રેશ નીતિન પરમાર સાથે વાતચીત કરતા હતા. નીતિન પરમાર હાથમાં કુહાહી લઈને આવી ફરિયાદીના કુહાડીનો ઘા ઝીકી દીધો હતો અને નીતિનનો ભાઈ પ્રકાશ આવી ગયો જે માર મારવા લાગ્યો હતો. જેથી ભાવેશ મુછ્ડીયા ત્યાંથી ભાગી ગયો હતો અને તેનો મિત્ર સાગર પરમાર મળી ગયો હતો. જે બાઈકમાં ઘરે મૂકી ગયો હતો. બાદમાં સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ લાવ્યા હતા. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.