સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક

આયોજન સમિતિ સુરત દ્વારા સી.આર.પટેલને આમંત્રણ આપવામાં આવ્યું
બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી જે પ્રકારે દિવ્ય દરબાર લગાવી રહ્યા છે તથા સંભળાવી રહ્યા છે અને કેટલાક ચમત્કાર કરતા હોવાની વાત વહેતી થઇ રહી છે તેના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહે છે. ગુજરાતમાં પ્રથમવાર તેઓ સુરત ખાતે દિવ્ય દરબારમાં હાજરી આપવા જઇ રહ્યા છે.
સી.આર.પાટીલને આમંત્રણ
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને જેમની લોકસભા મતવિસ્તારમાં બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે તેવા સી.આર.પાટીલને આજે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આયોજન સમિતિના તમામ સભ્યો દ્વારા આજે સીઆર પાટીલને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ કાર્ડ આપવામાં આવ્યું હતું. આયોજન સમિતિના તમામ સભ્યો દ્વારા તેમના આગ્રહ કરવામાં આવ્યો હતો કે 26 અને 27 તારીખે યોજાનાર દિવ્ય દરબારમાં તેઓ વિશેષ ઉપસ્થિત રહે.
હાજર રહેશે એવું લાગે છે
ધારાસભ્ય સંદીપ દેસાઈએ જણાવ્યું કે, બાગેશ્વર ધામ સરકાર આયોજન સમિતિ દ્વારા આજે પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના સાંસદ સી.આર.પાટીલને આજે આમંત્રણ આપવામાં આવ્યું છે. અમારી ઈચ્છા છે કે તેઓ પોતે આ કાર્યક્રમમાં હાજરી આપે. જ્યારે આમંત્રણ આપવા ગયા હતા ત્યારે તેઓ પણ ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા અને મને આશા છે કે તેઓ આ કાર્યક્રમમાં અચૂક હાજરી આપશે. ખૂબ મોટો ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. ત્યારે સ્વભાવિક રીતે જ તેમની ઉપસ્થિતિ પણ અમારા માટે વધુ પ્રોત્સાહક રહેશે.