અમદાવાદ3 કલાક પહેલા
- કૉપી લિંક
સુરતની શુભમ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર આવેલ છે. જેને બંધ કરાવવા સોસાયટી દ્વારા બોર્ડ ઓફ કોમ્યુનિઝ કોર્ટમાં કેસ દાખલ કરવામા આવ્યો હતો. જેમાં કોર્ટ દ્વારા વચગાળાના તબક્કે સ્ટેટ્સ કવોનો હુકમ કરતા જે છે તે પરિસ્થિતિ જાળવી રાખવા કહ્યું હતું. તેની સામે સોસાયટી ટ્રીબ્યુનલમાં ગઈ હતી. જે રિવિઝન અરજી રદ્દ થતા આ સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટે પહોંચ્યો હતો.
આ પ્રકારની કામગીરી તદ્દન અયોગ્ય
હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી છે. જેમાં પ્રશ્ન ઉઠ્યો છે કે કોમર્શિયલ પ્રવૃત્તિ કો-ઓપરેટિવ સોસાયટીમાં ચાલી શકે કે કેમ? જેમાં કોર્ટ દ્વારા આવા જ કેસમાં 2013માં અપાયેલ જજમેન્ટ ટાંકવામા આવ્યું હતું. અરજદારે રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની કામગીરી તદ્દન અયોગ્ય હોવાની રજુઆત કરી હતી.
કોર્ટે તબીબને નોટિસ પાઠવી
ગુજરાત હાઇકોર્ટ અરજદારની માંગને ગ્રાહ્ય રાખી રહેણાક વિસ્તારમાં હોસ્પિટલ ખોલનાર તબીબને નોટિસ પાઠવી છે. અરજદારના વકીલ બૈજુ જોશીએ જણાવ્યું હતું કે આ મામલે કોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવી છે. જેની રિટર્નએબલ ડેટ 27 તારીખ નક્કી કરવામાં આવી છે. આ મુદ્દે કોર્ટ બંને પક્ષોને સાંભળીને નિર્ણય કરશે.