પાટડીના ચીકાસર ગામની એક યુવતીને ગામનો જ વિધર્મી યુવાન ભગાડી જતા હિન્દુ સંગઠનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું | A complaint was sent to the Mamlatdar by Hindu organizations after a young girl of Chikasar village in Patdi was chased away by a religious youth of the same village. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • A Complaint Was Sent To The Mamlatdar By Hindu Organizations After A Young Girl Of Chikasar Village In Patdi Was Chased Away By A Religious Youth Of The Same Village.

સુરેન્દ્રનગર7 કલાક પહેલા

  • કૉપી લિંક

પાટડીના ચીકાસર ગામમાં રહેતી યુવતીને ગામનો એક પરિણીત યુવક લવજેહાદમાં ફસાવી ભગાડી ગયો હોવાનો આક્ષેપ યુવતીના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. યુવતીના પરિવારજનો દ્વારા પોલીસને અરજી આપ્યા બાદ આજે હિન્દુ સંગઠનો સાથે મામલતદાર કચેરીઓ પહોંચ્યા હતા અને પોતાની પુત્રીને પરત લાવવાની માગ કરવામાં આવી હતી.

આ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ગત તા. 10/5/23ના રોજ પાટડી તાલુકાના ચીકાસર ગામે 30-35 વર્ષીય મુસ્લિમ યુવક દ્વારા ચિકાસર ગામની જ એક હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપી અને લલચાવી ફોસલાવી ને ભગાડી ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે બાબતે સોમવારે પાટડી તાલુકા તથા ચીકાસર ગામના અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા અને હિન્દૂ સંગઠન દ્વારા પાટડી મામલતદારને હિન્દૂ યુવતીને ફોસલાવી અને ભગાડી જવા બાબતે લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. જેમાં અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓ, હિન્દૂ સંગઠનના અગ્રણીઓ, તથા બજરંગદળના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રેલી સ્વરૂપે પાટડી ચારરસ્તા થઈ અને તાલુકા સેવા સદન ખાતે પાટડી મામલતદારને લેખિત આવેદનપત્ર આપવામા આવ્યું હતુ.

આ અંગે યુવતીના પિતાએ આક્રોશ સાથે જણાવ્યું કે, મારી દીકરીને અમારા ગામનો વિધર્મી યુવાન લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવીને લવ જેહાદના ષડયંત્રનો ભોગ બનાવી ભગાડી ગયો છે. આ બાબતે દસાડા પોલીસ મથકમાં ગુજરાત રાજ્યના લવજેહાદના કાયદા હેઠળ પગલા લેવા લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે પોલીસ દ્વારા એફઆઇઆર ફાડવાની સાથે આરોપીને તાકીદે ઝબ્બે કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ પરિવારજનો અને હિંદુ સમાજ દ્વારા આપવામાં આવી છે.