જુનાગઢ4 કલાક પહેલા
- કૉપી લિંક
કેશોદ શહેરની મધ્યમાં આવેલી નગરપાલિકા હેઠળની બિલ્ડિંગમાં દુકાનો જર્જરીત થઈ જવાના કારણે બિલ્ડીંગના વેપારીઓ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ ન આવતા વેપારીઓ દ્વારા વહેલી તકે ખાતે આવેલી મહાનગરપાલિકાની બિલ્ડીંગનું પ્રશ્ન હોલ થાય તે માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
કેશોદ ના વેપારી મુકેશ પોપટે જણાવ્યું હતું કે માંગરોળ શરદ ચોક ખાતે નગરપાલિકાની બિલ્ડીંગમાં ઘણા વેપારીઓ પોતાની દુકાન ધરાવે છે અને આ બિલ્ડીંગ અતિ જર્જરીત હાલતમાં હોવાના કારણ તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવેલી છે. છતાં પણ કોઈ પણ પ્રશ્નનો નિરાકરણ આવતું નથી. અનેવાર રજૂઆત કરેલી કે નગરપાલિકા દ્વારા આ બિલ્ડીંગ ને નવી બનાવવા માટેની મંજૂરી આપવામાં આવે. છ ચીફ ઓફિસરો ની બદલી થવા છતાં પણ હજુ સુધી જર્જરીત બિલ્ડીંગ ના પ્રશ્નો નું નિરાકરણ આવ્યું નથી.
બીજી તરફ નગરપાલિકા બિલ્ડિંગ નજીકનો ચાર ચોક નો રોડ બંધ થવાથી શરદ ચોક ખાતે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ બનતી જાય છે. ત્યારે વરસાદી સિઝનમાં આ બિલ્ડિંગમાં કોઈપણ વેપારી પોતાનો સામાન પણ રાખી શકતું નથી.
નગરપાલિકા કચેરીના અધિક્ષક પ્રવીણ વિઠલાણીએ જણાવ્યું હતું કે, શરદ ચોક વિસ્તારમાં નગરપાલિકાની માલિકીનું જે બિલ્ડીંગ આવેલ છે તે બિલ્ડિંગના વેપારીઓ દ્વારા આ બિલ્ડિંગને રીનોવેશન કરવા આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે અને એ આવેદન પત્રના અનુસંધાને કેશોદ નગરપાલિકા સાથે જે વેપારીઓને ભાડા કરાર થયેલ છે તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.