સંજેલીના નાના કાળિયામા પંચોમા નક્કી થયેલા પૈસા આપવાના નથી તેમ કહી સશસ્ત્ર હુમલો,મહિલા સહિત ઈજાગ્રસ્ત થતા ફરિયાદ | Complaints of armed attack in Sanjeli's small black market for not paying the money fixed in Panchoma, injuries including women. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Complaints Of Armed Attack In Sanjeli’s Small Black Market For Not Paying The Money Fixed In Panchoma, Injuries Including Women.

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

પંચો રૂબરૂ નક્કી કરવામાં આવેલા પૈસાની લેવડદેવડના મામલે સંજેલી તાલુકાના નાના કાળીયા ગામે તકરાર થઈ હતી.ઝઘડામાં કુહાડી, ધારીયું, લાકડીઓ ઉછળતા એક મહિલા સહિત બે જણાને ગંભીર ઈજા થતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

લાકડીઓ,કુહાડી થી ઈજા પહોંચાડી
નાના કાળીયા ગામના તળાવ ફળિયામાં રહેતા વિજયભાઈ બાબુભાઈ નિસરતા તથા વૈભવભાઈ બાબુભાઈ નિસરતાએ પંચો રૂબરૂ નક્કી કરવામાં આવેલા પૈસા આપવાના નથી. તેમ કહી હાથમાં ધારીયું તથા કુહાડી લઈ ઉર્મિલાબેન રામુભાઈ કલાભાઈ નિસરતાના ઘરો બાજુ આવી બેફામ ગાળો બોલી વૈભવભાઈ નિસરાએ તેના હાથમાંની કુહાડીની મુંદર ઉર્મિલાબેન નિસરતાને જમણા હાથે બાવળાના ભાગે તથા વિજયભાઈ નિસરતાએ ગડદાપાટુનો માર માર્યો હતો. સવિતાબેન બાબુભાઈ નિસરતા તેમજ વૈશાલીબેન બાબુભાઈ નિસરતાએ છુટ્ટા પથ્થરો મારી માજમબેનને શરીરે ઈજાઓ કરી હતી તથા જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી હતી.

વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો
આ સંબંધે ઈજાગ્રસ્ત સવિતાબેન રામુભાઈ કલાભાઈ નિસરતાએ નોંધાવેલી ફરિયાદને આધારે સંજેલી પોલિસે નાના કાળીયા ગામના તળાવ ફળિયાના સવિતાબેન બાબુભાઈ નિસરતા, વિજયભાઈ બાબુભાઈ નિસરતા વિરૂધ્ધ ઈપિકો કલમ 323 ,324, 337 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Previous Post Next Post