મોડાસા27 મિનિટ પહેલા
- કૉપી લિંક
- મુખ્ય માર્ગના બંને છેડે ઊંડી ખાઈ હોવાથી અકસ્માતનો ભય
મોડાસા શહેરમાં પ્રવેશતા ડુગરવાળા રોડ ઉપર આવેલા રેલવે ફાટકની બંને છેડે આવેલા ડામર રોડની સાઈડો ખુલ્લી હોવાના કારણે સોસાયટીના રહીશો અને ગ્રામજનોમાં અકસ્માતની ભીંતી સેવાઈ રહી છે માર્ગ અને મકાન પંચાયત વિભાગમાં વારંવાર રજૂઆત કરવા છતાં રેલવે ફાટકના બંને છેડાના રસ્તા ઉપર પ્રોડક્શન વોલ ન બનાવાતાં સોસાયટીના રહીશો અને ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
મોડાસા શહેરના બાયપાસ રોડને નજીક જિલ્લા હોમગાર્ડ કમાન્ડેડ કચેરી પાસેથી પસાર થતાં ડુગરવાળા રોડ ઉપર રેલ્વે ફાટક પાસેના રસ્તા ઉપરના બંને છેડે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રોડક્શન વોલ ન બનાવાતા વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. મોડાસા શહેરમાં પ્રવેશતા ડુંગરવાળા મુખ્ય રોડ ઉપર 30 કરતાં વધુ સોસાયટીઓ આવેલી છે.
તદપરાંત મોડાસાના કઉં, રમાણા, સાગવા, અમલાઈ, અમલાઈ કંપા તેમજ માલપુર તાલુકાના અણિયોર મોરલી પંથકના 25 કરતાં વધુ ગામડાના લોકોને આ રસ્તા ઉપરથી પસાર થવું પડતું હોવાથી આ રસ્તો 24 કલાક વાહનોથી ધમધમતો રહે છે. પરંતુ રેલવે ફાટકના બંને છેડે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાની ખુલ્લી સાઈડોની મરામત ન કરાતા અથવા તો પ્રોટકશન વોલ ન બનાવાતા વાહનચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. તેથી સત્તાવાળાઓ દ્વારા ચોમાસા પહેલા ઘટતી કાર્યવાહી કરવા સોસાયટીના રહીશોની માગણી ઉઠી છે.